ભાજપ/ સી.આર.પાટીલનો હુંકાર, 2015ની નુકશાનીનું વ્યાજ સાથે મળ્યું વળતર

મહાનગર પાલિકામાં ભાજપના વિજય વાવટા ફરકાવ્યા બાદ આજે ફરી એક વખત ભાજપને વિજય ઉત્સવની ઉજવણી કરવાનો અવસર સાંપડ્યો છે. તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકોમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું

Gujarat
patil with rupani today સી.આર.પાટીલનો હુંકાર, 2015ની નુકશાનીનું વ્યાજ સાથે મળ્યું વળતર

મહાનગર પાલિકામાં ભાજપના વિજય વાવટા ફરકાવ્યા બાદ આજે ફરી એક વખત ભાજપને વિજય ઉત્સવની ઉજવણી કરવાનો અવસર સાંપડ્યો છે. તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકોમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું હતું તેની વચ્ચે ભાજપ દ્વારા વિજય ઉત્સવ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ એકજ કારમાં આવ્યાં હતાં અને વિક્ટરીની સાઈન બતાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે આજે ભાજપના કાર્યકર્તાઓને લોકો અને સરકારના કામોનું પરિણામ મળ્યું છે.2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. 2015માં ભાજપ 5 જિલ્લા પંચાયતોમાં લીડ પર હતી. આજે 31 પંચાયતોમાં લીડ પર છે. વધુમાં પાટીલે જણાવ્યું હતું કે મેં 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે 31 જિલ્લા પંચાયત ભાજપ જીતશે.હું વડાપ્રધાન મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું તે માટે ખૂબ જ આભાર, તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું તે સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુરી કરશે.

Maharashtra / આ આતંકી સંગઠને અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાનો ઇનકાર કરતાં કહ્યું – અમારી લડત….

આ ઉપરાંત ગાંધીનગરમાં સ્થિત કમલમ ખાતે કાર્યકરો પહોંચી ગયાં હતાં અને ઉજવણીની શરૂઆત કરી દીધી હતી. તે ઉપરાંત અમદાવાદમાં જીલ્લા કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, જીલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, કુશળસિંહ પઢેરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ આર.સી પટેલ સહિતના નેતાઓ તથા આગેવાનોએ જીતની ઉજવણી કરી હતી. જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં “કમળ” ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે.

ચૂંટણી પરિણામ / મનપા બાદ પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ, પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું

અમદાવાદ જિલ્લા કાર્યાલય પર ભાજપના નેતાઓએ ઉજવણી કરી

28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

ચૂંટણી પરિણામ / Live Update: કોંગ્રેસના રકાસ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા આપશે રાજીનામું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…