Rain/ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે, છેલ્લા ઘણા દિવસથી વરસાદની મહેર સમગ્ર રાજ્યમાં વરસી રહી છે. આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો

Top Stories Gujarat
5 18 અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો
  • મેઘરાજાએ અમદાવાદને ઘમરોળ્યું
  • સાંજથી ચાલુ થયેલાં વરસાદથી જળબંબાકાર
  • પાલડી વિસ્તારમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ
  • બોડકદેવમાં ધોધમાર 8 ઈંચ વરસાદ
  • ઉસ્માનપુરામાં પણ ફરી 8 ઈંચ વરસાદ
  • જોધપુર વિસ્તારમાં સવા સાત ઈંચ વરસાદ
  • મક્તમુપરામાં સવા સાત ઈંચ વરસાદ
  • અમદાવાદના બોપલ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ
  • અમદાવાદના ગોતા વિસ્તારમાં 6 ઈંચ વરસાદ
  • સરખેજ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • રાયખડ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • ભારે વરસાદથી ચારેતરફ પાણી ભરાયા

ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે, છેલ્લા ઘણા દિવસથી વરસાદની મહેર સમગ્ર રાજ્યમાં વરસી રહી છે. આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ હતી.અનેક સ્થળો પર ટ્રાફિક જોવા મળ્યો હતો. અમદાવાદમાં વરસાદની મહેર જોવા મળી હતી,લોકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. શહેરમાં મૂશળધાર વરસાદી લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી,મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.મેટ્રો સીટીમાં અનાધાર વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.અનેક લોકોના વાહનો પાણીમા ફસાઇ ગયા હતા.શહેરમાં મેઘરાજાની મહેર વરસી હતી. શહેરમાં સાંજે ચાલુ થયેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ પામી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પાલડીમાં 9 ઇંચ પડ્યો હતો,જ્યારે બોડકદેવમાં 8 ઇંચ,ઉસ્માનપુરામાં 8 ઇંચ,જોધપુરમાં સવા સાત ઇંચ અને મકરબામાં પણ સવા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. બોપાલ અને ગોતામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો રાયખડ અને સરખેજમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેંટિગ કરતા ચોમેર વરસાદના પાણી ભરાઇ ગયા હતા.