નિર્ણય/ અમદાવાદમાં અતિ ભારે વરસાદના લીધે આવતીકાલે શાળા-કોલેજાે રહેશે બંધ

ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે, છેલ્લા ઘણા દિવસથી વરસાદની મહેર સમગ્ર રાજ્યમાં વરસી રહી છે. આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો

Top Stories Gujarat
6 24 અમદાવાદમાં અતિ ભારે વરસાદના લીધે આવતીકાલે શાળા-કોલેજાે રહેશે બંધ
  • ભારે વરસાદને કારણે મહત્વનો નિર્ણય
  • આવતીકાલે અમદાવાદમાં શાળા કોલેજો રહેશે બંધ
  • ભારે વરસાદને જોતા AMC નો નિર્ણય

ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે, છેલ્લા ઘણા દિવસથી વરસાદની મહેર સમગ્ર રાજ્યમાં વરસી રહી છે. આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ હતી.અનેક સ્થળો પર ટ્રાફિક જોવા મળ્યો હતો.શહેરમાં મુશળધાર વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઇ ગયું છે ,હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી 3 કલાકમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.જેના લીધે શહેરની કોલેજ અને શાળાઓમાં આવતીકાલે રજા આપવામાં આવી છે. આ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે. શહેરના અનેક વિસ્તારમાં ચોરોતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.જિલ્લા કલેકટર અને ડીઇઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાટોઘાટો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પાલડીમાં 9 ઇંચ પડ્યો હતો,જ્યારે બોડકદેવમાં 8 ઇંચ,ઉસ્માનપુરામાં 8 ઇંચ,જોધપુરમાં સવા સાત ઇંચ અને મકરબામાં પણ સવા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. બોપાલ અને ગોતામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો રાયખડ અને સરખેજમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેંટિગ કરતા ચોમેર વરસાદના પાણી ભરાઇ ગયા હતા