સુરત/ નવરાત્રિના આયોજન પહેલા જ ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાઈ

નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. તો બીજી તરફ ગરબા રમતા સમયે હાર્ટએટેકના કારણે યુવાનોના મોત થયા હોવાના કિસ્સા સામે આવે છે.

Gujarat Surat
YouTube Thumbnail 96 નવરાત્રિના આયોજન પહેલા જ ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાઈ

@અમિત રૂપાપરા 

Surat News:નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. તો બીજી તરફ ગરબા રમતા સમયે હાર્ટએટેકના કારણે યુવાનોના મોત થયા હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને તમામ નવરાત્રી આયોજકોને મેડિકલ ટીમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની સુવિધા ઉભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Untitled 7 1 નવરાત્રિના આયોજન પહેલા જ ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાઈ

સુરતમાં પણ ઉમિયાધામ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. તો વર્તમાન સમયમાં જે હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવાના એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા કાર્યકર્તાઓને હાર્ટએટેક દરમિયાન પ્રાથમિક કઇ સારવાર આપી શકાય તેની માહિતી આપવામાં આવી હતી અને કઈ રીતે વ્યક્તિને સમયસર સીપીઆર આપીને તેનો જીવન બચાવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.

Untitled 7 2 નવરાત્રિના આયોજન પહેલા જ ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાઈ

આ ઉપરાંત ઉમિયાધામ મંદિર દ્વારા પ્લાસ્ટિક મુક્ત નવરાત્રીનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જેમાં નવરાત્રીના આયોજનમાં કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ નહીં થાય, આ ઉપરાંત જે જાહેરાતના બોર્ડ લગાવવામાં આવશે તે પણ કાપડના બોર્ડ હશે. આ ઉપરાંત વૈદિક પરંપરાને અનુસરીને દર વર્ષે ઉમિયાધામ મંદિર દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ જ રીતે આ વર્ષે પણ વૈદિક પરંપરા અનુસાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસુદેવ કુટુંબકમનો જે સંદેશ આપવામાં આવ્યો છે તે તેમને લઈને નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રીન ગુજરાતના સંદેશાને લઈને પણ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ઉમિયાધામ મંદિર દ્વારા કરવામાં આવશે.

Untitled 7 3 નવરાત્રિના આયોજન પહેલા જ ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાઈ

આ ઉપરાંત ડોક્ટરો દ્વારા પણ યુવાનોને કહેવામાં આવી રહ્યું છે કે, ગરબા રમતા સમયે જો શરીરમાં પેટની નાભીથી લઈ કાનની બુટ્ટી સુધીના ભાગમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય હાથ પર કે, ગળામાં કે, પેટમાં દુખાવો થાય કે, ગળુ ચોકઅપ થવા જેવા લક્ષણો દેખાય તો તરત જ બેસી જવું અને મેડિકલ હેલ્પ લેવી જોઈએ. આ લક્ષણો એસીડીટીના ન સમજીને મેડિકલ હેલ્પલઇન કાર્ડિયોગ્રામ કરાવવું જોઈએ. જેથી કન્ફર્મ થઇ શકે કે લક્ષણો એસીડીટીના છે કે હાર્ટએટેકના.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રિના આયોજન પહેલા જ ઉમિયાધામ મંદિર દ્વારા કાર્યકર્તાઓને CPRની તાલીમ અપાઈ


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….