ડિપ્રેશન/ કોરોનાની માઠી અસર બાળકોની માનસિક અવસ્થા બગડી

કોરોનાની સ્થિતિથી સૌથી પ્રભાવિત બાળકો છે

Gujarat
child કોરોનાની માઠી અસર બાળકોની માનસિક અવસ્થા બગડી

વિશ્વભરમાં કોરોનાને લઇને એક ડરનો માહોલ ઉભો થયો છે. કોરોનાની બીજી વેવમાં નાનાં મોટો લોકો કોરોનાના ભરડામાં આવી ગયાં છે. કોરોનાનો  વિસ્ફોટકમાં માસુમ બાળકો પણ બાકી રહ્યા નથી. વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિથી સૌથી પ્રભાવિત બાળકો છે કે જેમની માનસિક સ્થિત અસ્વસ્થ થઇ રહી છે.

બાળકો કરે છે મરવાની વાત

વાત ત્યાં સુધી પહોંચી ગઇ છે કે હવે 8-10 વર્ષના બાળકો મરવાની વાતો કરી રહ્યાં છે. જે ખુબ ચિંતાજનક છે .આ સમસ્યા માત્ર બાળકોમાં જ નથી પરંતુ કિશોરોમાં પણ જોવા મળે છે. પરતું પરીવાર બાળકોની આ સ્થિતીને જલ્દી જાણી નથી શકતા. ડોકટરોની સલાહ લેવા જાય ત્યારે ઘણીવાર મોડુ થઇ ગયુ હોય છે.

ન્યુર્યોકના ચાઇલ્ડ માઇન્ડ ઇન્સટીટયુટના સાઇકોલોજિસ્ટ રેચેલ બુશમેનનું કહેવું છે કે અમે બાળકોના બાળપણને માસૂમિયતથી જોઇએ છે. 6થી12 વર્ષના બાળકોમાં ગંભીર ડ્રિપેશન જોવા મળે છે.

અન્ય એક  હેલ્થ ચાઇલ્ડ એન્ડ એડલોસેટ સાઇકોલોજિસ્ટ ડો. હેલેનને કરેલા અભ્યાસના તારણથી 3 વર્ષના બાળકોને ડિપ્રેશન જોવા મળે છે. તેમનામાં અતિશય ગુસ્સો અને ચિડચિડીયાપણું વધારે જોવા મળે છે. અને આજ કારણથી તેમના અંદર મરવાનો વિચાર આવે છે.

માતા-પિતા શું કરે…

પ્રોફેસર જોનાથન કહે છે કે જો ડિપ્રેશનનાં લક્ષણો જોવાય તો બાળકોને બહાર વોકિંગ માટે લઇ જાવ તેનું ધ્યાન ભટકાવવો અને તેની સાથે વાતચીત કરીને તેની સાથે સમય ફાળવો.આઉટડોર ગેમ રમો જેનાથી ફાયદો થશે. ડિપ્રેશનની સમસ્યા વધુ ઘેરી બને તો ડોકટરની સત્વરે સલાહ લો.

ઘરના લોકોએ જ ડિપ્રેશન ઓળખવું પડશે.

બાળકોના સર મારીયા કહે છે કે જો બાળકોમાં થોડો પણ ફેરફાર થાય તો તેની જાણ બાળકોને નથી થતી પરંતુ પરીવારે જ તેના આ લક્ષણો સમજવા પડશે, અને તેની સારવાર માટે પ્રયત્ન શરૃ કરવા પડશે.

જો બાળકો રમવામાં કે કોઇપણ કામમાં રૃચિ નથી બતાવતાં, અને કોઇપણ અકટીવિટીમાં ધ્યાન નથી આપતાં તો તે ડિપ્રેશનમાં છે. તેની સાથે પ્રેમથી વાતચીત કરીને તેનો નિરાકરણ લાવવા પ્રયત્નો કરવાં જોઇએ.