kite festival/ ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો આરંભ, ‘PM ના નેતૃત્વમાં ગુજરાત ઊંચાઈએ જઈ રહ્યું છે’

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે આજથી શરૂ થઇ ગયો છે

Top Stories Gujarat
kite festival
  • બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ
  • G-20ની થીમ પર પતંગોત્સવનો કાર્યક્રમ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
  • કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
  • પતંગ મહોત્સવ આકાશને આંબવાનો અવસર
  • પતંગએ ઉડાન અને ઉન્નતિનું પ્રતિક છે
  • PM ના નેતૃત્વમાં ગુજરાત ઊંચાઈએ જઈ રહ્યું છે
  • PM ની શરૂઆત ગુજરાતની વૈશ્વિક ઓળખ બની
  • 53 દેશના 126 પતંગબાજોએ આવીને રેકોર્ડ બનાવ્યો
  • PM ના નેતૃત્વમાં જી 20ની મિજબાની કરી રહ્યું છે
  • ઉતરાયણ એટલે સૂરજનું ઉત્તર દિશા તરફ પ્રયાણ
  • પહેલા 8 કરોડનો વેપાર હતો તે હવે 625 કરોડ થયો
  • 1 લાખ 30 હજાર લોકો તેમાં રોજગારી મેળવે છે

(kite festival )  ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે   પ્રારંભ કરાવ્યો છે, આ કાર્યક્મને તેમણે ખુલ્લો મૂક્યો હતો.  આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે આજથી શરૂ થઇ ગયો છે. આ કાર્યક્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ કર્યું હતું અને તેમાં તેમણે કહ્યું કે પતંગ મહોત્સવ આકાશને આંબવાનો અવસર છે.

(kite festival )  મુખ્યમંત્રીએ   પોતાના સંભોધનામાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ઉંચાઇ પર જઇ રહ્યું છે. ગુજરાતની ઐળખ વૈશ્વિક બની ગઇ છે. આ પતંગ મહોત્સવમાં 53 દેશોનો પતંગબાજોએ આવીને રેકોર્ડ બનાવ્યો છે, આ ઉપરાંત મુખ્યમંત્રીએ રોજગાર સંદર્ભે પણ મોટી વાત કરી હતી તેમમે કહ્યું કે પહેલા 8 કરોડનો વેપાર થતો હતો આજે 625 કરોડનો વેપાર થાય છે. જેમાં 1 લાખ 30 હજાર લોકો રોજગારી મેળવે છે.

આ વખતે G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

1 1 10 ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો આરંભ, 'PM ના નેતૃત્વમાં ગુજરાત ઊંચાઈએ જઈ રહ્યું છે'

આ પતંગ મહોત્સવ  (International Kite Festival) સાત દિવસ ચાલશે,અને સવારે 10 કલાકથી 5 વાગ્યા સુધી પતંગબાજો પતંગ ઉડાવવામાં આવશે. આ કાર્યક્રમમમાં ભૂપેન્દ્ર પટેલ  ખાસ ઉપસ્થિત રહેશે.પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તૃતિ વંદના કરવવામાં આવશે, આ ઉપરાંત સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ મહોત્સવમાં તારીખ 8 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.