સાબરકાંઠા/ ઘરફોડ તથા મંદિર ચોરી સાથે સંકળાયેલ ગેંગ ઝડપાઇ, 25 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરીના ગુના સાથે સંકળાયેલ ગેંગ ને ઝડપી પાડવામાં આવી છે. જે સાથે જિલ્લામાં બનેલી એક -બે  નહીં પરંતુ 25 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

Gujarat Others
ઘરફોડ ઘરફોડ તથા મંદિર ચોરી સાથે સંકળાયેલ ગેંગ ઝડપાઇ, 25 થી

રાજ્યમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યની પોલીસ પણ આવા ગુનાને ડામવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરીના ગુના સાથે સંકળાયેલ ગેંગ ને ઝડપી પાડવામાં આવી છે. જે સાથે જિલ્લામાં બનેલી એક -બે  નહીં પરંતુ 25 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તો સાથે લખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

ઇડર ઘાટી રોડ ઉપર કેટલાક અજાણ્યા ઇસમો ચાંદીની કેટલીક વસ્તુઓ સાથે પાંચ વ્યક્તિ ઊભા હતા. અને તેમની હિલચાલ શંકા સ્પદ જણાઈ આવી હતી. પોલીસને આ અંગે  માહિતી મળતા જ આ શખ્સોની પાસે પહોંચી ગયા હતા. અને તેમની જડતી લેતા તેમની પાસેથી મંદિરમાંથી ચોરીના ચાંદીના છત્ર અને દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ આ અંગે વધુ તપાસ કરતાં આ તમામ વસ્તુઓ મંદિરમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ગેંગ પાસેથી

-(૧) ચાંદીના બે જોડ કડલા (૨) ચાંદીનો એક કદોરો (૩) ચાંદીની પાયલો જોડ -૨૦ (૪)ચાંદીની પાંચ મૂર્તિઓ ,  (૫) ચાંદીના પોલા કડલા જોડ -૧ (૬) ચાંદીની પાયલ (૭) ચાંદીના ઝુડા વિગેરે સમાન મળી આવ્યો છે. જેની બજાર કિમત આશરે 1.6 લાખ જેટલી થવા જાય છે.

સીતામઢી / દેવી સીતાના મંદિરમાં છે ચાંદીના દરવાજા, અહીં થયો હતો જન્મ, હવે 251 મીટરની પ્રતિમા સ્થાપિત થશે

Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?