ખેડા,
કોંગ્રેસ દ્વારા ખેડા જિલ્લા લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરાઈ છે. ખેડા જિલ્લા લોકસભા બેઠક પર બિમલ શાહના નામી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બિમલ શાહના નામની જાહેરાત થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
ખેડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે બિમલ શાહનું નામ જાહેર થતા જ કઠલાલના ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું છે.
તો ખેડા જિલ્લાના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલના નિવાસ સ્થાને બિમલ શાહનું મોઢુ મીઠુ કરાવી તેઓને શુભેચ્છા આપી.
ઉલ્લેખનિય છે કે ખેડા બેઠકના ઉમેદવારને લઈને ભારે ઉત્સુકતા હતી. જ્યાં બિમલ શાહના નામની જાહેરાત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ રહ્યો છે. બિમલ શાહ આજે ઉમેદવારી પત્ર ભરશે.