lpg gas/ મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ, LPG ગેસના ભાવમાં મોટો ઘટાડો

શુક્રવારે મહિલા દિવસના અવસર પર પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી છે. મહિલાઓને મોટી ભેટ આપતા કેન્દ્રની મોદી સરકારે એલપીજી ગેસના ભાવમાં હવે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 08T091801.788 મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ, LPG ગેસના ભાવમાં મોટો ઘટાડો

શુક્રવારે મહિલા દિવસના અવસર પર પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી છે. મહિલાઓને મોટી ભેટ આપતા કેન્દ્રની મોદી સરકારે એલપીજી ગેસના ભાવમાં હવે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ પગલું ભરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય મહિલા શક્તિનું જીવન સરળ બનાવવાનો અને કરોડો પરિવારોના આર્થિક બોજને ઓછો કરવાનો છે.

વડાપ્રધાને કહ્યું કે એલપીજી સસ્તું કરીને અમારી સરકાર પણ સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવા માંગે છે. આ નિર્ણયથી દેશની મહિલાઓનું સશક્તિકરણ થશે. આ સિવાય અન્ય એક પોસ્ટમાં તેમને  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ શુભેચ્છા પાઠવી હતી. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ કરીને આપણા દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ગયા વર્ષે એલપીજી સબસિડી વધારવામાં આવી હતી

ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડર પર સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી હતી. સબસિડીમાં આ વધારો વર્તમાન નાણાકીય વર્ષ માટે કરવામાં આવ્યો છે જે 31 માર્ચે સમાપ્ત થશે. 100 રૂપિયાના કાપના એક દિવસ પહેલા, સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી યોજનાને બીજા વર્ષ માટે લંબાવી હતી.

સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવી

લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર માટે LPG સબસિડી મળતી હતી, જે આવતા વર્ષે પણ ચાલુ રહેશે. આ અંતર્ગત કુલ ખર્ચ લગભગ 12,000 કરોડ રૂપિયા થશે. આ અંતર્ગત સબસિડીની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આગામી નાણાકીય વર્ષના વચગાળાના બજેટમાં LPG સબસિડી માટે 11,925 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

પીએમ મોદીએ જાહેરાત કરી

ખુદ પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આની જાહેરાત કરી છે. તેમને ટ્વીટ કરીને માહિતી આપી છે કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી/રાહુલ ગાંધી ફાઇનલી વાયનાડ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે,કોંગ્રેસ ચૂંટણી સમિતિએ લગાવી મોહર

આ પણ વાંચો:2024 election/ભાજપ મોહમ્મદ શમીને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે! આ રાજ્યમાંથી ટિકિટ આપશે

આ પણ વાંચો:જ્ઞાનવાપી કેસ/જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની મોટી દલીલ,કેન્દ્રીય ગુંબજની નીચે જ્યોતિર્લિંગ