Not Set/ #ED/ પ્રફૂલ પટેલની મુશ્કેલી વધવાનાં અણસાર, CJ હાઉસ જપ્ત થવાની તૈયારીમાં

પૂર્વ કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી પ્રધાન પ્રફુેલ્લ પટેલનું મુંબઇના પોશ વિસ્તાર વર્લીમાં આવેલ સી જે હાઉસ જપ્ત સીઝ કરવામાં આવશેય એન્ટી મની લોન્ડરીંગ કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેકટ (ઈડી) ટુંક સમયમાંજ સી જે હાઉસને જપ્ત કરવાની તૈયારીમાં છે. આપને જણવી દઇએ કે, પ્રફુલ પટેલ પર આક્ષેપ છે કે પરિવારની કંપની મિલેનીયમ ડેવલોપર્સ ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીની […]

Top Stories India
praful patel 1 #ED/ પ્રફૂલ પટેલની મુશ્કેલી વધવાનાં અણસાર, CJ હાઉસ જપ્ત થવાની તૈયારીમાં

પૂર્વ કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી પ્રધાન પ્રફુેલ્લ પટેલનું મુંબઇના પોશ વિસ્તાર વર્લીમાં આવેલ સી જે હાઉસ જપ્ત સીઝ કરવામાં આવશેય એન્ટી મની લોન્ડરીંગ કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેકટ (ઈડી) ટુંક સમયમાંજ સી જે હાઉસને જપ્ત કરવાની તૈયારીમાં છે.

આપને જણવી દઇએ કે, પ્રફુલ પટેલ પર આક્ષેપ છે કે પરિવારની કંપની મિલેનીયમ ડેવલોપર્સ ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીની જમીન પર 15 માળના સી જે હાઉસનું નિર્માણ કર્યુ હતુ. શુક્રવારે પૂછપરછ દરમ્યાન પ્રફુલ પટેલ ઈડી પાસે આ સંદર્ભે રહેલા દસ્તાવેજોને નકારી નહોતા શકયા. ઈડીના એક ઉચ્ચ અધિકારી અનુસાર પૂછપરછ દરમ્યાન પ્રફુલ પટેલે એક રીતે સ્વીકાર કરી લીધો છે કે વર્લી સ્થિત સીજે હાઉસ બન્યુ તે પ્લોટ ઈકબાલ મીર્ચીનો છે તેમણે ફકત એટલી જ સફાઇ આપી કે તેમને ખબર નહોતી કે ઈકબાલ મેમણ જ દાઉદનો જમણો હાથ મનાતો  તેમજ દાઉદનો ડ્રગનો કારોબાર સંભાળનાર ઈકબાલ મિર્ચી છે. આમ પ્રફુલ્લ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવેલ એ દાવાની હવા પણ નિકળી ગઇ છે. જેમાં તેમણે કહ્યુ હતુ કે આ જમીન 1963થી તેમની પાસે હતી અને ઈકબાલ મિર્ચીને તેની સાથે કોઇ લેવા દેવા નથી.

આપણ વાંચો : મહારાષ્ટ્ર/ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીને લગતા જમીન સોદા કેસમાં નામ ઉછળતા પ્રફૂલ પટેલે કહ્યું આવું

ઉચ્ચ અધિકારી અનુસાર, સીજે હાઉસ ઈકબાલ મિર્ચીની  જમીન પર ઉભુ કરવામાં આવ્યુ છે. તેવુ એક સાબિત થઇ જાય એટલે તેને જપ્ત કરવાના રસ્તા ખુલ્લા થઇ જશે. તેમણે કહ્યુ કે સીજે હાઉસ જ નહીં, ઈકબાલ મિર્ચીની  મુંબઇમાં આવેલી અન્ય બેનામી મિલ્કતોની પણ તપાસ ચાલી રહી છે. અને તેને પણ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઈડીનુ કહેવુ છે કે ઈકબાલ મિર્ચીએ આ બધી મિલકતોડ્રગના ધંધામાં થયેલી કાળી કમાણીમાંથી બનાવી હતી અને મની લોન્ડ્રીંગ કાયદા હેઠળ તેને જ્પ્ત કરવાની જોગવાઇ છે. ઈડી અત્યાર સુધીમાં ઈકબાલ મિર્ચીની દેશ વિદેશમાં આવેલ 200 કોરડ રૂપિયાથી વધારેની મિલકતોની ભાળ મેળવી ચુકી છે. ઈડી પાસેના દસ્તાવેજો અનુસાર , સી જે હાઉસ જ નહી, વર્લીમાં જ સન બ્લીંક રિયલ્ટર્સને અપાયેલ પ્લોટ પણ ઈકબાલ મિર્ચીનો હોવાનું પ્રતિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.