Not Set/ ‘Make in india’ ના નારા વચ્ચે ભારતીયોએ રૂ.50,000 કરોડના ચાઇનીઝ સ્માર્ટફોન્સ ખરીદ્યા

અમદાવાદ: ભારત સરકાર દ્વારા યુવાનોને રોજગારી મળી રહે અને સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે ‘Make in India’ નો નારો આપવામાં આવ્યો છે, પરંતુ ભારતીયો સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવાના બદલે ચાઇનીઝ ચીજવસ્તુઓને ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. ભારતીય સ્માર્ટફોન બજારના 1.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ શેરમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. ગત […]

Top Stories Trending Tech & Auto Business
Indians have bought Chinese smart phones worth Rs 50,000 crores between Slogan of 'Make in India'

અમદાવાદ: ભારત સરકાર દ્વારા યુવાનોને રોજગારી મળી રહે અને સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે ‘Make in India’ નો નારો આપવામાં આવ્યો છે, પરંતુ ભારતીયો સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવાના બદલે ચાઇનીઝ ચીજવસ્તુઓને ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે.

ભારતીય સ્માર્ટફોન બજારના 1.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ શેરમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં 10-11 ટકાનો તેમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2018માં ગ્રાહકોએ ટોચની ચાર ચાઇનીઝ બ્રાન્ડ્સ પાછળ રૂ.પ0,000 કરોડનો ખર્ચ કયો હતો, એટલે કે, ભારતીયોએ ફક્ત આ ચાર બ્રાન્ડના મોબાઈલ ખરીદ્યા હતા.

અગાઉના નાણાકીય વર્ષમાં થયેલ ખર્ચ કરતા આ રકમ બમણી છે. ચાઇનીઝ બ્રાન્ડના પ્રભાવના કારણે આ ટ્રેન્ડ હજુ પણ આગામી દિવસોમાં યથાવત રહેવાની શકયતા છે.

આ ચાર ચાઈનીઝ અગ્રણી બ્રાન્ડ્સમાં શાઓમી, ઓપ્પો, વિવો અને ઓનરનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત અન્ય માર્કેટ શેરમાં બીજી ચાઈનીઝ બ્રાન્ડ્સ લેનોવો, મોટોરોલા, વનપ્લસ અને ઇન્ફિનિકસ સાથે મળીને સ્માર્ટફોન માર્કેટમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષમાં પણ ચાઇનીઝ કંપનીઓના વેચાણમાં ઝડપી વધારો થયો હતો.

બે એનાલિટ્સે જણાવ્યું હતું કે, ચાઇનીઝ બ્રાન્ડ્સ ભારતમાં ઉચ્ચ સ્પેશિફિકેશન ધરાવતા ફોન નીચા ભાવે રજૂ કરી રહ્યા છે. તેમના ભાવો અન્ય સાઉથ કોરિયા, જાપાન અને ભારતીય મોબાઈલ કંપનીઓ કરતા ઓછા છે અને ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પોતાની જાતને વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી ચૂકી છે.

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના એસોસિયેટ ડિરેકટર તરૂણ પાઠકે જણાવ્યું હતું કે, ટોચની ચાઇનીઝ બ્રાન્ડ્સ શેન્ઝેન હાર્ડવેર એન્ડ આર એન્ડ ડી હબનું સરળ એકસેસ ધરાવે છે તથા મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમનો લાભ મળે છે. તેનાથી તેમને ઇનોવેટર બનાવવામાં મદદ મળી છે.

‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ચીનની બ્રાન્ડ્સ, શાઓમી, ઓપ્પો, વિવોએ મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપ્યા છે તેથી ભારતને ફાયદો થશે અને રોજગારી વધશે. શાઓમીએ એપ્રિલમાં સ્માર્ટફોન કોમ્પોનન્ટ મેન્યુફચરિંગમાં રૂા.15,000 કરોડના રોકાણની યોજના જાહેર કરી હતી.