Canada/ ભારત પર આંગળી ચિંધનાર ટ્રુડો પોતાના ઘરમાં જ ઘેરાયા, વિપક્ષે જ PM પર લગાવ્યો આ આરોપ

કેનેડાની વિપક્ષી પાર્ટી કન્ઝર્વેટિ પાર્ટીએ વડપ્રધાન જસ્ટિન ટ્રુડોને પોતાના આરોપ સાબિત કરવા માટે પુરાવાની માગ કરી

Top Stories World
Canada leader of the opposition raised questions on Trudeaus allegations against India ભારત પર આંગળી ચિંધનાર ટ્રુડો પોતાના ઘરમાં જ ઘેરાયા, વિપક્ષે જ PM પર લગાવ્યો આ આરોપ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલી કડવાસમાં નવો વળાંક આવ્યો છે. ખાલિસ્તાની આતંકવાદીઓને ખુલ્લેઆમ સમર્થન કરવાને પહેલા જ જનતા અને મીડિયા સમક્ષ પહેલાથી જ અળખામણા થઇ ગયા છે. હવે કેનેડાના વિપક્ષે પણ જસ્ટિન ટ્રુડને ભારત પર આરોપને લઇ ઘેરી લીધા છે.

કેનેડાની વિપક્ષી પાર્ટી કન્ઝર્વેટિ પાર્ટીએ વડપ્રધાન જસ્ટિન ટ્રુડોને પોતાના આરોપ સાબિત કરવા માટે પુરાવાની માગ કરી છે. જો જસ્ટિન ટ્રુડો ભારત પર લગાવેલા આરોપના પુરાવા રજુ કરી નહીં શકે તો આજીવન શર્મિંદગીનો સામનો કરવો પડી શકે છે.

કેનેડાના વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે ટ્રુડો પાસે નિજ્જર હત્યાકાંડ મામલે ભારત પર મુકેલા આરોપના પુરાવા માગ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, ટ્રુડોએ પુરાવા વિના જ ભારત પર આરોપ લગાવ્યો છે.

જણાવી દઇએ કે આતંકવાદીઓનું સર્થન કરી ભારત સાથે સંબંધ બગાડીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ પોતાની રાજકીય અપરિપક્વતાનું પ્રદર્શન કર્યું છે. ખાલિસ્તાની આતંકીઓ માટે કૂણું વલણ દેખાડીને ટ્રુડો કેનેડામાં જ અળખામણા થઈ ગયા છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો દાવો કર્યા બાદ કેનેડાએ એક પગલું આગળ વધીને ભારતના ટોચના રાજદૂતને દેશ છોડવા આદેશ આપી દીધો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈકમશ્નર કેમરૂન મેક્કેઇને મંગળવારે સમન પાઠવી કેનેડીયન હાઈકમિશનના વરિષ્ઠ અધિકારી ઓલિવિયર સિલ્વેસ્ટરને પાંચ દીવસમાં ભારત છોડી દેવા આદેશ આપ્યો છે.

ભારતની કાર્યવાહી બાદ ટ્રુડોના સૂર બદલાયા છે. જસ્ટિન ટ્રુડઓએ કહ્યું અમે ભારત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ, પરિસ્થિતિને ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા.