રાજકીય/ આગામી દિવસોમાં ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા, મિશન 182ને મળશે વેગ

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજ ગુરુવારથી લઈ સોમવાર સુધીમાં કેન્દ્ર સરકારના  11 જેટલા મંત્રીઓ દિલ્હીથી ગુજરાત આવશે. આ તમામ નેતાઓ એક ખાસ રણનીતિના ભાગ રૂપે ગુજરાત આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
metro 2 આગામી દિવસોમાં ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા, મિશન 182ને મળશે વેગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. ત્યારે ભાજપ સહિતની તામાં પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે એડીચોટીની જોર લગાવી રહી છે. આવામાં દિલ્હીથી મોટા ગજાના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. આગામી દિવસોમાં 11 જેટલા વિવિધ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરી મિશન 182 ને સાકર કરવાનો પ્રયાસ હાથ ધરશે.

અત્રે નોંધનીય છે કે ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેમ છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સ્મૃતિ ઈરાની જેવા નેતાઓનું ગુજરાતમાં આવાગમન વધી ગયું છે. ત્યારે  હવે આગામી 4 દિવસમાં જ વધુ 11 જેટલા નેતાઓ ગુજરાત તરફ પ્રવાસ ખેડવા અને ચૂંટણી પચાર કરવા માટે આવી રહ્યા છે. આ નેતાઓ ગુજરાતની 24 જેટલી બેઠકો ખુંદશે અને ચૂંટણી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી શકે છે.

ગુજરાતની ચૂંટણીને લઈને સત્તાધારી ભાજપ પણ સક્રિય મોડમાં આવી ગયું છે. ભાજપે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી છે, જેઓ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોને મળવા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામોનીયાદી કરાવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. આજે એટલે કે 6 ઓક્ટોબરે બે કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવશે. મીનાક્ષી લેખી તાપી જિલ્લામાં અને બીએલ વર્મા ખેડા જિલ્લામાં હાજરી આપશે.  7 ઓક્ટોબરે છ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં આવશે. 7 ઓક્ટોબરે ગુજરાત પહોંચનારા છ કેન્દ્રીય મંત્રીઓમાં વિરેન કુમાર પંચમહાલ જિલ્લાના કલોલમાં અને સ્મૃતિ ઈરાની આણંદ જિલ્લામાં હશે.

કેન્દ્રીય મંત્રીઓ સાધ્વી નિરંજન જ્યોતિ અમદાવાદ જિલ્લાના વિરમગામ, અજય ભટ્ટ અરવલી અને ભૂપેન્દ્ર યાદવ અમરેલી જિલ્લામાં પ્રવસ પ્રચાર કરશે.  કિરેન રિજીજુનો ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાતના વિવિધ જિલ્લામાં 8 ઓક્ટોબરે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ, 9 ઓક્ટોબરે બે અને 10 ઓક્ટોબરે ત્રણ કેન્દ્રીય મંત્રીઓના કાર્યક્રમો છે. 8મી ઓક્ટોબરે ડો.વીરેન્દ્રકુમાર પંચમહાલ, અજય ભટ્ટ અરવલી અને કિરણ રિજીજુ ભાવનગર જિલ્લામાં રહેશે.

9 ઓક્ટોબરે ગુજરાતમાં બે કેન્દ્રીય મંત્રીઓનો કાર્યક્રમ છે. પ્રતિમા ભૌમિક બનાસકાંઠા જિલ્લામાં અને ભાનુપ્રતાપસિંહ વર્મા બોટાદ જિલ્લામાં રહેશે. તેવી જ રીતે 10 ઓક્ટોબરે અર્જુન મુંડા દાહોદ અને પ્રતિમા ભૌમિક પાટણ જિલ્લામાં રોકાશે. 10 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો સોમનાથ જિલ્લામાં કાર્યક્રમ છે.

11 જેટલા નેતાઓ દિલ્હીથી ગુજરાત આવશે
ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજ ગુરુવારથી લઈ સોમવાર સુધીમાં કેન્દ્ર સરકારના  11 જેટલા મંત્રીઓ દિલ્હીથી ગુજરાત આવશે. આ તમામ નેતાઓ એક ખાસ રણનીતિના ભાગ રૂપે ગુજરાત આવી રહ્યા છે. જેમાં મિનાક્ષી લેખી, સ્મૃતિ ઈરાની તથા અર્જુન મુંડા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આવી જ રીતે આગામી 31મી ઓક્ટોબર સુધીમાં નેતાઓ ગુજરાતમાં એક બાદ એક મુલાકાતે આવશે.

મિશન 182 માટે ભાજપની પુરજોશમાં તૈયારી
નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં જ મોદી સરકારના 3 જેટલા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી ટાણે મોદી સરકારના મંત્રીઓ એક બાદ એક ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારના ધમધમાટમાં સહભાગી થશે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે કમલમમાં એક બાદ એક ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી. એવામાં સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણીમાં મિશન 182 માટે કમર કસી લીધી છે અને વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે.