@ નિકુંજ પટેલ
Jharkhand News: એક સ્પેનિશ મહિલા પોતાના પતિ સાથે ટેન્ટમાં ઉંઘી રહી હતી ત્યારે સાત શખ્સોએ તેની પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં પોલીસે ત્રણ ફરાર આરોપીઓને ઝડપી લીધા છે. રવિવારે તેમને દુમકા કોર્ટમાં હાજર કરાયા હતા. બાદમાં તેમને જેલમાં ધકેલી દેવાયા હતા. ગઈકાલે ચાર હવસખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને આરોપીઓની ધરપકડ કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
શુક્રવારની રાત્રે ઝારખંડના દુમકામાં થયેલા આ ગેંગરેપથી ચકચાર મચેલી છે. સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયેલા દેખાઈ રહ્યા છે. જેમાં જેમ બને તેમ જલ્દી આરોપીઓને ઝડપી લઈ તેમને સજા આપવાની માંગણી થઈ રહી છે. પોલીસે પહેલા આ ત્રણ આરોપીને અટકમાં લઈને પુછપરછ કરી હતી. બાદમાં તેમની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપી કુંજી ગામના હોવાનું કહેવાય છે.
સ્પેનિશ મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પહેલા સાત આરોપીઓએ તેમની સાથે મારઝૂડ કરી હતી. બાદમાં પતિના હાથ બાંધીને અંદાજે અઢી કલાક સુધી તમામ આરોપીઓએ એક પછી એક તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય મમતા કુમારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બાદમાં પિડીતા સ્પેનિશ મહિલા અને તેના પતિની મુલાકાત લીધી હતી. આયોગ દ્વારા ડીજીપી અજય કુમાર સિંહને એક પત્ર લખીને કાર્યવાહીની માંગણી કરી હતી.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજે અંદાજે સાત વાગ્યે પોતે પતિ સાથે તંબુમાં હતી. ત્યારે બહારથી અવાજ સંભળાયો હતો. તેમણે જોયું તો બે જણા ફોન પર વાત કરી રહ્યા હતા. થોડીવાર બાદ પાંચ જણા બાઈક પર આવ્યા હતા અને તમામ લોકો તંબુમાં ઘૂસી ગયા હતા. દરમિયાન ત્રણ જણાએ મારા પતિને પકડી રાખ્યા અને તેમના હાથ બીંધી દીધા અને મારઝૂડ કરી હતી. જ્યારે ચાર જણા મને તંબુમાંથી બહાર લઈ ગયા હતા. તેમણે માને પણ મારઝૂડ કરી હતી. બાદમાં એક પછી મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તંબુમાં હાજર ત્રણ જણાએ પણ મારી પર બળાત્કાર ગુજાર્યો. સાંજે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ સીલસીલો ચાલ્યો હતો. તમામ આરોપીઓ નશામાં હતા.
એફઆઈઆરમાં સ્પેનિશ મહિલાએ જમાવ્યું છે કે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ તેના પતિની સ્માર્ટ વોચ, ડાયમંડની વીંટી, પર્સ, બ્લુટૂથ, સ્પેન બેંક્નું ક્રેડિટ કાર્ડ, બાંગ્લાદેશી સિક્કા, 11,000 ભારતીય રૂપિયા અને 300 યુએસ ડોલર લૂંટી લીધા હતા. ત્રણ પાનાના નિવેદનમાં મહિલાએ ઘટનાની પૂરી માહિતી જણાવી છે.
દુમકા એસપી પિતાંબર સિંહખેરવારે જણાવ્યું હતું કે આ ઘટનાની ઝડપથી ટ્રાયલ ચાલશે અને દોષીઓને કડક સજા મળશે. જેલ મોકલી દેવાયેલા આરોપીઓમાં રાજન મરાંડી, પ્રજીપ કીસ્કુ અને સુખલાલ હેમ્બ્રમનો સમાવેશ થાય છે. કુંજી ગામમાં ઠેકાણે રહેતા આરોપીઓ મજૂરી કરે છે અને 25 થી 30 વર્ષની ઉંમરના છે.
ઝારખંડ પહોંચેલી મહિલા આયોગની સભ્યએ પોલીસ અને પ્રશાસનની બેદરકારી ભરી વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે જેમાં તમામ આરોપીઓની ધરપકડ કરવા કહ્યું છે.
આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં
આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન
આ પણ વાંચોઃ