Ahmedabad city/ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન

  બોન્સાઇ અને ટોપીયોરીનું પ્રદર્શન તારીખ 4થી 10 માર્ચ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Trending Breaking News

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોન્સાઇ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફ્લાવર શોની ભવ્ય સફળતા બાદ પર્યાવરણ પ્રેમીઓ માટે બોન્સાઇ શોનું આજથી 10 માર્ચ સુધી સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઇ શો યોજાશે.

લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે તેમજ તેઓ રસ લેતા થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર શો યોજવામાં આવ્યું હતું. દેશમાં બેંગ્લોર શહેરમાં પ્રથમ બોન્સાઈ પાર્ક બન્યો હતો. આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરી બોનસાઇ ટોપિયોરી શોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

જેમાં 5થી 100 વર્ષનું આયુષ્ય ધરાવતા બોન્સાઇ વૃક્ષોનું પ્રદર્શન કરાશે. મોટા થતા વૃક્ષોને નાના કુંડામાં ઉછેરીને તેને નાના રાખવા અને અલગ અલગ પ્રકારને આકાર આપવા. આ કળાને બોન્સાઇ તરીકે ઓળખવામાં આવે છે.  બોન્સાઇ અને ટોપીયોરીનું પ્રદર્શન તારીખ 4થી 10 માર્ચ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

અંદાજે 12 હજાર ચોરસ મીટરમાં આ બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવશે. આ શોમાં દેશ અને દુનિયાના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 5 થી 100 વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા 1500 જેટલા છોડની પ્રતિકૃતિ મૂકાશે. બોન્સાઈ શોમાં સવારે 10 વાગ્યાથી એન્ટ્રી શરૂ થશે, જે રાત્રે 10 વાગ્યા સુધી આ શો ચાલશે. મુલાકાતીઓ માટે ટિકિટ 50 રૂપિયા રાખવામાં આવી છે.


                                  whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ