Loksabha Election 2024/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ રાજ્યોના પ્રવાસે, વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

6 માર્ચે પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં 15,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી હાવડા મેદાનથી એસ્પ્લેનેડ જતી મેટ્રો, કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન, તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન……

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 04T083818.022 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ રાજ્યોના પ્રવાસે, વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Loksabha Election News: લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી એક પછી એક રાજ્યના પ્રવાસ કરી રહ્યા છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારપછી 4 માર્ચથી 6 માર્ચની વચ્ચે પાંચ અલગ-અલગ રાજ્યો તમિલનાડુ, તેલંગાણા, ઓરિસ્સા, બિહારની મુલાકાત લેશે અને અનેક વિકાસકાર્યોનું કરોડો રૂપિયાના ખર્ચે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

6 માર્ચે પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં 15,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી હાવડા મેદાનથી એસ્પ્લેનેડ જતી મેટ્રો, કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન, તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં હું તેલંગાણા, તમિલનાડુ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. જે વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરાશે તેનાથી અનેક લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે.

વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 4 માર્ચે સવારે 10.30 વાગ્યે વડાપ્રધાન મોદી આદિલાબાદમાં 56,000 કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી બપોરે 3.30 વાગ્યે તમિલનાડુ પહોંચશે અને કલપક્કમમાં ભાવિની નામના સ્થળની મુલાકાત લેશે. 5 માર્ચે સવારે તેલંગણા પહોંચશે. અહીં સાંગારેડીમાં તેઓ રૂપિયા 6800 કરોડના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઓરિસ્સામાં રૂપિયા 19,600 કરોડથી વધુના ખર્ચે બનેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

6 માર્ચના રોજ પીએમ મોદી કોલકાતામાં 15,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પછી પીએમ મોદી બિહારના બેતિયા જશે. અહીં તેઓ 12,800 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી પુરાવા બચ્ચન ફેમિલી પહોંચી જામનગર

આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત