Botad News: બોટાદમાં નગરપાલિકા દ્વારા વેરામાં એકાએક વધારો કરાતા નગરજનોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકા દ્વારા વેરા વધારાના નિર્ણયને ભાજપના ન.પા.ના પૂર્વ સભ્યોએ અયોગ્ય ગણાવ્યો છે. પ્રજાએ અને વેપારી વર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
માહિતી મુજબ, ન.પા. દ્વારા વેરા વધારા પૂર્વે કોઈ પણ પ્રકારની ગાઈડ કે પ્રજાને માહિતગાર કર્યા વિના પાણી, ગટર, સફાઈ વગેરેમાં 45 ટકા વેરો વધારી દેતાં પ્રજા રોષે ભરાઈ છે. જ્યારે શહેરીજનો વેરો ભરવા જાય છે ત્યાં વેરામાં વધુ પૈસા ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરિણામે લોકો મૂંઝાઈ ગયા છે. પરિણામે પ્રજા ન.પા.ના નિર્ણયને સ્થગિત કરવા ભલામણ કરી રહી છે. તેમજ જો નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સરકારી પરીપત્ર મુજબ દર બે વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે છે, પરંતુ 45 ટકાનો ગટર અને પાણીના વેરામાં વધારો ઝીંકાતા પ્રજાની કમ્મર તૂટી ગઈ છે. અગાઉ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેમ બોટાદ વિપક્ષ નેતા વિઠ્ઠલભાઈ વાજાએ કહ્યું હતું. બોટાદ ન.પાના ભાજપના પૂર્વ નગરસેવક હરેશભાઈ ધાધલે આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ચીફ ઓફિસરને આ મામલે રજૂઆથ કરશે તેવી પણ માહિતી મળવા પામી છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ
આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી