Not Set/ એમજે અકબર પર વધુ એક અમેરિકાની પત્રકાર યુવતીએ જાતીય અત્યાચારનો આરોપ મુક્યો

અમદાવાદ અનેક મહિલાઓ દ્રારા જાતીય સતામણીના આરોપનો સામનો કરી રહેલાં પુર્વ વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર વધુ એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો છે.દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન હેઠળ એક અખબારની ચીફ બિઝનેસ એડીટર પલ્લવી ગોગોઇ એમજે અકબર પર રેપનો આરોપ મુક્યો છે.પલ્લવી ગોગોઈ 23 વર્ષ પહેલાં એમ જે અકબરના હાથ નીચે એશિયન એઇજ અખબારમાં નોકરી કરતી […]

Top Stories India Trending
MJ Akbar DH 1541137513 એમજે અકબર પર વધુ એક અમેરિકાની પત્રકાર યુવતીએ જાતીય અત્યાચારનો આરોપ મુક્યો

અમદાવાદ

અનેક મહિલાઓ દ્રારા જાતીય સતામણીના આરોપનો સામનો કરી રહેલાં પુર્વ વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર વધુ એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો છે.દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન હેઠળ એક અખબારની ચીફ બિઝનેસ એડીટર પલ્લવી ગોગોઇ એમજે અકબર પર રેપનો આરોપ મુક્યો છે.પલ્લવી ગોગોઈ 23 વર્ષ પહેલાં એમ જે અકબરના હાથ નીચે એશિયન એઇજ અખબારમાં નોકરી કરતી હતી ત્યારે આ ઘટના બની હતી.

સોશ્યલ મીડિયા પર જણાવી પોતાની સ્ટોરી 

પલ્લવી ગોગોઇએ તેના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની પર થયેલ આ જાતીય સતામણીની સ્ટોરીની લીંક મુકી છે.પલ્લવીએ અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં આર્ટીકલ લખીને પોતાની સાથે થયેલ બદસલુકીનો ચિતાર આપ્યો છે.

પલ્લવીએ લેખમાં લખ્યું છે તે પ્રમાણે એ દિવસે તે તેમને અખબારના પેઇજની હેડલાઇન બતાવવા ગઇ હતી.આ હેડલાઇનથી ખુશ થયેલાં અકબરે અચાનક તેને પકડીને કીસ કરી લીધી હતી.અકબરના આ કૃત્યથી હેબતાઇ ગયેલી પલ્લવી લાલઘુમ ચહેરા સાથે ઓફિસ છોડીને નીકળી ગઇ હતી.

મને કિસ કરવા માટે કર્યો હતો પ્રયત્ન 

જો કે પલ્લવીના કહેવા પ્રમાણે અકબર આટલેથી અટક્યા નહોતા.તેમણે એ પછી એક મેગેઝીનની લોન્ચ પાર્ટીમાં પણ અકબરે તેને કીસ કરવા પ્રયત્ન કર્યો હતો.પલ્લવીના કહેવા પ્રમાણે અકબરે કીસ કરવાનો પ્રયત્ન કરતાં તેણીએ તેમને ધક્કો માર્યો હતો.અકબરે તેના ચહેરા પર ઉઝરડાં પાડ્યા હતા.અકબરના આ જાતીય હુમલાથી ડરીને પલ્લવી ત્યાંથી પણ નાસી છુટી હતી.

આ બનાવ પછી અકબર પલ્લવીને એવી ધમકી આપતા હતા કે જો તેણીએ તેમને રોકવા પ્રયત્ન કર્યો તો તેને નોકરીમાંથી કાઢી મુકશે.આ બનાવો પછી પણ પલ્લવીએ નોકરી ચાલુ રાખી હતી.

મારા કપડા ઉતારીને રેપ કર્યો હતો 

પલ્લવીને કંપનીના કામે જયપુર મોકલવામાં આવી હતી અને અહીં અકબરે તેને એક હોટલમાં સ્ટોરીનીં ચર્ચા કરવા બોલાવી હતી.પલ્લવી કહે છે કે આ હોટલની રૂમમાં તેમણે મારા કપડાં કાઢી નાંખ્યા હતા અને મારી પર રેપ કર્યો હતો.મને પોલિસ પાસે જતાં પણ શરમ આવતી હતી.

અકબરના જાતીય અત્યાચારનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો.પલ્લવી લખે છે કે તેમણે એ પછી પણ મારી સાથે જાતીય અત્યાચાર ચાલુ રાખ્યો હતો.તેઓ મને સેક્સયુઅલી,મૌખિક રીતે અને ઇમોશનલી હેરાન કર્યા કરતા હતા.જો હું બીજા પુરૂષ સાથે વાત કરતી તો પણ તે ગુસ્સે થતાં અને જાહેરમાં મારી પર ચિલ્લાતા હતા.

આ ઘટનાઓ પછી પલ્લવીને લંડન મોકલી દેવાઇ હતી,પરંતું અહીં પણ અકબરે તેનો પીછો નહોતો છોડ્યો.અકબરે લંડનની ઓફિસમાં પણ પલ્લવી સાથે એટલો ઉગ્ર ઝગડો કર્યો હતો કે પેપરવેઇટથી લઇને હાથમાં જે આવ્યું તે છુટુ માર્યું હતું.આ બનાવ પછી પલ્લવીએ નોકરી છોડી દીધી હતી.

પલ્લવી ગોગોઇએ બળાત્કારના આરોપ મુક્યા પછી મીડીયા દ્રારા જ્યારે અકબરેનો આ અંગે સંપર્ક કર્યો તો તેમના વકિલે ગોગોઇના બધા આરોપો ખોટા ગણાવ્યા હતા.

સૌ પ્રથમ કોણે લગાવ્યા હતા આરોપ 

તમને જણાવી દઈએ કે મિંટ લાઉંજની ભૂતપૂર્વ એડિટર પ્રિયા રામાણીએ સૌ પ્રથમ એમજે અકબર વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા. એ પછી  લગભગ એક ડઝન જેટલી મહિલા પત્રકારોએ એમજે અકબર પર જાતીય સતામણીના આરોપો મુક્યા હતા. રવિવારે અકબરે પોતાના વિસ્તૃત નિવેદનમાં કહ્યું હતું કે તેઓ પોતાની સામે લાગેલા જાતીય સતામણીના ખોટા આરોપો લગાવનાર સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે.

મહિલા પત્રકાર પર કર્યો બદનક્ષીનો દાવો 

અકબરે તેમની વિરૂધ્ધ આરોપ મુકનાર પત્રકાર પ્રિયા રામાણી સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. એમજે અકબરે સોમવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં તેમની પર જાતીય સતામણીના આરોપો લગાવનારી મહિલા પત્રકાર પર બદનક્ષીનો દાવો કર્યો હતો.

અકબર પર 20 જેટલી યુવતીઓએ જાતીય સતામણીનો આરોપ મુક્યા પછી મોદી સરકાર પર આંગળીઓ ચીંધાતી હતી અને દેશભરમાંથી તેમના રાજીનામાની માંગણી ઉઠી રહી હતી.

જો કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે પહેલા આરોપોની સચ્ચાઇની તપાસ થશે એ પછી નિર્ણય લેવાશે.