અમદાવાદઃ આ વખતે રક્ષાબંધનના તહેવારને લઈને Rakshabandhan Confusion અનોખી મૂંઝવણ જોવા મળી રહી છે. લોકો રક્ષાબંધન 30મી ઓગસ્ટે કે 31મી ઓગસ્ટે છે તેને લઈને અસમંજસમાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે 30મી ઓગસ્ટે રાખડી બાંધવી કે 31મી ઓગસ્ટે રાખડી બાંધવી તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. જ્યોતિષો પણ રક્ષાબંધન બે દિવસની હોવાનું કહે છે. તેમના પણ જુદા-જુદા મત છે.
આ વખતે બીજી આશ્ચર્યજનક વાત એ છે કે મંદિરોમાં રક્ષાબંધનની ઉજવણી જુદી-જુદી થઈ રહી છે. અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી 31મી ઓગસ્ટે થઈ રહી છે તો ઇસ્કોન હરેકૃષ્ણ મંદિરમાં Rakshabandhan Confusion તેની ઉજવણી 30મી ઓગસ્ટે થઈ રહી છે. આમ એક જ શહેરમાં બે મંદિરો રક્ષાબંધનની ઉજવણી જુદા-જુદા દિવસે કરી રહ્યા છે.
આ જ રીતે યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં રક્ષાબંધનની ઉજવણી 31મી ઓગસ્ટે થશે. આ જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિર, દ્વારકામાં રક્ષાબંધનની ઉજવણી 31મી ઓગસ્ટે થશે. આ અંગે જ્યોતિષીઓનું કહેવું છે કે શ્રાવણ સુદ પૂનમ આ વખતે 30 ઓગસ્ટે સવારે દસ વાગ્યેને 59 મિનિટથી શરૂ થાય છે અને તે 31 ઓગસ્ટે સવારે સાત વાગ્યાને છ મિનિટ સુધી છે. 30મી ઓગસ્ટે રાત્રે Rakshabandhan Confusion નવ વાગ્યાના પાંચ મિનિટથી દસ વાગ્યાના 55 મિનિટનો સમય રાખડી બાંધવાનું મુહૂર્ત છે.
જો કે જ્યોતિષીઓનં માનવું છે કે શ્રાવણ સુદ પૂનમ આ વખતે 30 ઓગસ્ટે સવારે 10 વાગ્યેને 59 મિનિટથી શરૂ થાય છે અને તે 31 ઓગસ્ટે સવારે 7 વાગ્યેને 6 મિનિટ સુધી છે. 30 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યાના 5 મિનિટેથી 10 વાગ્યાને 55 મિનિટનો રાખડી બાંધવા માટે મૂહૂર્ત છે.
આમ રક્ષાબંધન 30 કે 31મી તારીખે હોવા અંગે હજી પણ Rakshabandhan Confusion લોકોમાં ઘણો મતભેદ છે. જ્યોતિષ અને પંચાગ મુજબ શ્રાવણી પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટના રોજ સવારે 10-58 કલાકે શરૂ થઈ રહી છે અને 31મી ઓગસ્ટના રોજ સવારે 07-05 વાગે રક્ષાબંધન પૂરી થશે.
બીજી બાજુએ 30 ઓગસ્ટ પૂર્ણિમા તિથિ સાથે ભદ્રકાળ પણ સવારે 10-58થી શરૂ થયો છે. આ સમયર રાત્રના 09-02 સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રકાળમાં રાખડી બાંધવાને અશુભ માનવામાં આવે છે. પરંતુ 30 અને 31મી ઓગસ્ટના રોજ કોઈપણ દિવસે રાખડી બાંધવાનો શુભ સમય નથી. આમ 30 ઓગસ્ટના રોજ ભદ્રકાળ પૂરો થતાં રાત્રે 09-03થી 31મી ઓગસ્ટના સવારે 7.05 સુધી રાંખડી બાંધી શકો છો. આ સમય રાખડી બાંધવા માટે યોગ્ય છે.
આ પણ વાંચોઃ રખડતા ઢોરનો આતંક/નરોડામાં રસ્તે જતી મહિલાને ગાયે લાતોથી ખુંદી, જુઓ CCTV
આ પણ વાંચોઃ માનહાનિ કેસ/ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ 22 સપ્ટેમ્બરે અમદાવાદ કોર્ટમાં થશે હાજર? પાઠવવામાં આવ્યું સમન્સ
આ પણ વાંચોઃ ઘોર કળિયુગ!/હેવાન બાપે પોતાની દીકરી પર 6 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, માતાએ આરોપી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
આ પણ વાંચોઃ ક્રાઈમ/બુરખો પહેરી મહિલા PSI હૈદરાબાદ પહોચ્યા…જાણો સુરતમાં 5 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીઓ કંઇ રીતે પકડાયા
આ પણ વાંચોઃ Patan/પાટણ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા