ઘોર કળિયુગ!/ હેવાન બાપે પોતાની દીકરી પર 6 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, માતાએ આરોપી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

વાપીમાં એક પિતા હેવાન બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તમે વિચારી પણ નહીં શકો પણ એક પિતાએ સતત 6 વર્ષ સુધી દીકરીનું શોષણ કર્યું.

Gujarat Others
Untitled 217 હેવાન બાપે પોતાની દીકરી પર 6 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, માતાએ આરોપી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

Vapi : જ્યારે પરિવારમાં દીકરી અને દીકરો બંને હોય તો તેમાં પિતાની લાડલી અને કાળજાનો કટકો દીકરી હોય છે. પરંતુ લોકોની માનસિકતા એટલી હદે નિમ્ન કક્ષાની હરકત આચરવામાં આવી છે. બાપ દીકરીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો વલસાડના વાપીમાં સામે આવ્યો છે.  એક પિતાએ સતત 6 વર્ષ સુધી દીકરીનું શોષણ કર્યું. મળી રહેલી માહિતિ અનુસાર જ્યાપે પુત્રી 13 વર્ષની થઈ ત્યારે પહેલીવાર પિતાએ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

ફરિયાદમાં દીકરીએ આરોપ લગાવ્યો હતો કે ઘરે એકલતાનો લાભ લઈ તેના પિતા તેના પર દુષ્કર્મ આચરતા હતા. જો કે બાદમાં પુત્રીએ પોતાની આપવીતી માતાને જણાવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પુત્રીને સાથે રાખી માતાએ નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી હવસખોર પિતાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી.

આરોપી પિતાની વાત કરીએ તો તે દમણમાં કંપની ચલાવે છે અને કંપની માલિકે પોતાની પિતા તરીકેની તમામ હદ પાર કરી છે. જ્યારે પુત્રી પુખ્તવયની થઈ ત્યારે પિતાએ જબરદસ્તી કરી હતી. આ સમયે માતાને આખી વાતની જાણ થઈ છે. હેવાન પિતા સામે ફરિયાદ કરાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા