Gandhinagar News/ ગુજરાતના DGP વિકાસ સહાયને એક્સટેન્શન

રાજ્યના DGPવિકાસ સહાયને એક્સટેન્શનની ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત પોલીસના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સમયથી રાજ્યના DGP વિકાસ સહાયને એક્સટેન્શનની ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. અને તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય આજે નિવૃત થવાના હતા. આજે તેમનો કાર્યકાળનો અંતિમ દિવસ હતો ત્યારે અંતિમ દિવસે એક્સટેંશન આપી દેવાયું હતું.ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગે તેમની વિદાયની તૈયારીઓ શરુ કરી દીધી હતી.

ગુજરાતના DGP તરીકે કાર્યભાળ સંભાળનાર વિકાસ સહાયની કામગીરી અને પ્રોફાઇલ પર નજર કરીએ તો IPS વિકાસ સહાય વર્ષ 1989 બેચના IPS અધિકારી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા.

વિકાસ સહાયે પોલીસ વિભાગમાં 1999માં આણંદના SP, 2001માં અમદાવાદ ગ્રામ્યના એસપી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

IPSવિકાસ સહાયે વર્ષ 2005માં અમદાવાદ શહેરના એડિશનલ સીપી ટ્રાફિક,વર્ષ 2007માં સુરત સિટીના એડિશનલ સીપી રેન્જ I,2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી તરીકે સેવા બજાવી. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની વર્ષ 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો તરીકે પસંદગી કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા કરાવી શકશે આ કામ, અનાજ મેળવવામાં નહીં આવે કોઈ અવરોધ

આ પણ વાંચો:મોરબીમાં સડેલા અનાજનો જાહેરમાં નિકાલ, જનઆરોગ્યને લઈને ગંભીર સવાલ

આ પણ વાંચો:મફતમાં અનાજ અને રૂપિયા મળે તો કામ કેમ કોઈ કરેઃ સુપ્રીમ કોર્ટ