Surat News/ સુરતના વેસુમાં પાણીની સમસ્યાને લઈને સોસાયટીના લોકોનો હાઇડ્રોલિક વિભાગ કચેરી ખાતે સોસાયટીના લોકોનો મોરચો

અહીંના 200થી વધુ પરિવાર પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે

Gujarat Surat

Surat News : સુરતના વેસુ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં બારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે સોસાયટીના રહીશો હાઇડ્રોલિક વિભાગ કચેરી ખાતે મરચો લઈ ગયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાંતિવન સોસાયટીના લોકો પાલિકાની વેસુ ઝોન કચેરીએ પહોંચ્યા હતા.

સોસાયટીના રહીશો છેલ્લા ૧૫ દિવસથી પાણીની સમસ્યાને લઈને પરેશાન થઈ રહ્યા હતા.સતત ૧૫ દિવસથી પાણી નહીં આવતું હોવાની બૂમ પડી હતા.અહીંના 200થી વધુ પરિવાર પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે.રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ અધિકારીની કેબિન ની બહાર જ વિરોધ દર્શાવ્યો હતો.

લોકોએ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતાં.લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડીને નાસી ગયા હતા.સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં