Narmada News/ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં હવે ભક્તો સામે ઊભો થયો અવરોધ

રેંગણ ઘાટથી પરિક્રમા કરતા યાત્રાળુઓને નદી પાર કરવામાં મદદ કરવા માટે પૂરતી હોડીઓ નથી. લોકોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી

Gujarat

Narmada News: હાલમાં નર્મદા (Narmada) ઉત્તરવાહિની પરિક્રમા (Pariksha) મહોત્સવ ચાલી રહ્યો છે. જોકે, પરિક્રમામાં એક મોટો અવરોધ ઉભો થયો છે. મોટી સંખ્યામાં ભક્તોને કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે હજારો પરિક્રમા ભક્તો પરિક્રમા (Narmada Parikrama) પૂર્ણ કર્યા વિના પરત ફરી રહ્યા છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અરાજકતા જોવા મળી રહી છે.

શુક્રવારથી સોમવાર સુધી રજા હોવાથી પરિક્રમા કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. રામપુરા કીડી મકોડી ઘાટ તરફ જતા રસ્તાઓ રાતથી બંધ કરી દેવાયા છે. હજારો પરિક્રમા ભક્તો પરિક્રમા પૂર્ણ કર્યા વિના પાછા ફર્યા છે. આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા સારી આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મોટી સંખ્યામાં ભીડ થવાથી પરિક્રમાના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

રેંગણ ઘાટથી પરિક્રમા કરતા યાત્રાળુઓને નદી પાર કરવામાં મદદ કરવા માટે પૂરતી હોડીઓ નથી. લોકોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર ઉત્તરી પરિક્રમામાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સહયોગમાં કામ કરી રહ્યું છે. રેંગણ ઘાટ પર ભીડ વધવાને કારણે, ભીડ ઓછી કરવા માટે 13 સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) મીની બસો સેવામાં મૂકવામાં આવી છે. હાલમાં, ભક્તોને રેંગણ ઘાટથી ભાદરવા ગામ સુધી SOU બસો દ્વારા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. SOU ના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઇ છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે રૂપિયા 3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જોકે જે શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેથી તેઓ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

આ પણ વાંચો:સનાતન ધર્મમાં મંદિરની પરિક્રમાનું મહત્વ જાણો