Ahmedabad: સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને (Asaram) સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામ જામીન પર મુક્ત થયાના 12 વર્ષ પછી અમદાવાદના મોટેરા આશ્રમમાં પ્રવેશ્યા છે. આમ આસારામને મહાકુંભ ફળ્યો છે.સુપ્રીમ કોર્ટે આપેલા જામીનની શરત એ છે કે આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. જોકે, તેમના ભક્તોએ આશ્રમ પહોંચવાનું શરૂ કરી દીધું છે. આમ આસારામે અહીં સુપ્રીમ કોર્ટની જામીનની શરતોનો ભંગ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આપેલા જામીનની શરત એ છે કે આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. જોકે, તેમના ભક્તોએ આશ્રમ પહોંચવાનું શરૂ કરી દીધું છે. પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને આશ્રમની પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે 24 કલાક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. જામીન પર મુક્ત થયા બાદ આસારામ જોધપુર જેલમાંથી બહાર આવીને ગુજરાતમાં અમદાવાદ આવી ગયા છે.
તેઓ હાલમાં અમદાવાદના સાબરમતીમાં તેમના આશ્રમમાં છે. આસારામ 12 વર્ષના લાંબા સમય પછી અમદાવાદ આશ્રમમાં પ્રવેશ્યા છે. આસારામ કોઈ નવો વિવાદ ન સર્જે તે માટે પોલીસ આના પર નજર રાખી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે આસારામને જામીન મળ્યા, ત્યારે તેમના અમદાવાદ આવવાની અટકળો તેજ થઈ ગઈ. ખાસ વાત એ છે કે આસારામ આશ્રમમાં પહેલા પણ ઘણા વિવાદો થયા છે, જેમ કે દીપેશ-અભિષેકના અકાળ મૃત્યુનો મામલો, પછી બળાત્કાર જેવી ઘટનાઓની ફરિયાદો અને પછી આસારામ આશ્રમ તેના અનુયાયીઓના કારણે વિવાદોમાં રહ્યો છે. સમગ્ર તપાસ દરમિયાન અનેક વિવાદો ઉભા થયા. ત્યારે વચગાળાના જામીન દરમિયાન, ચાંદખેડા પોલીસ ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે જેથી આસારામ કોઈ નવો વિવાદ ન સર્જી શકે.
આસારામનો પરિવાર અને વિવાદો
આસારામ અને તેમના પરિવારના ‘કાળા કાર્યો’ 2013 માં પ્રકાશમાં આવ્યા. તે સમયે આસારામ પર એક સગીર છોકરી પર બળાત્કારનો આરોપ હતો. છોકરીના માતા-પિતાએ જણાવ્યું કે તેમની દીકરી છિંદવાડાના એક ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરી બીમાર છે, તેને ભૂત વળગેલું છે અને હવે ફક્ત આસારામ જ તેનો ઇલાજ કરી શકે છે. છોકરીના માતા-પિતા તેને જોધપુરના એક આશ્રમમાં લઈ ગયા. આરોપ છે કે આસારામે તેની 16 વર્ષની પુત્રીને તેની ઝૂંપડીમાં બોલાવી અને તેના પર બળાત્કાર કર્યો. 15 ઓગસ્ટ 2013ના રોજ આસારામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટના રોજ ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શરતી જામીન પર છુટેલા આસારામે ફરી કર્યો ખેલ
આ પણ વાંચો: પિતા આસારામને મળવા નારાયણ સાંઈએ જમા કરાવવા પડશે 10 લાખ રૂપિયા, ગુજરાત હાઈકોર્ટે આપ્યો સાત દિવસનો સમય
આ પણ વાંચો: મોડી રાત્રે ફરી આસારામની તબિયત બગડી
