Mahesana News/ શરતી જામીન પર છુટેલા આસારામે ફરી કર્યો ખેલ

ગત મોડી રાત્રે આસુમલે મહેસાણામાં કળા કરી

Top Stories Gujarat Breaking News

Mahesana News : શરતી જામીન પર છુટેલા આસારામે ફરી ખેલ કર્યો છે. જેમાં આસારામે મહેસાણામાં મોટો મેળાવડો યોજ્યો હતો. જેમાં આસારામે સેંકડો સમર્થકોને મંડપમાં મળવા બોલાવ્યા હતા. તે સિવાય મોબાઈલ સ્વિચ ઓફ કરાવી ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉપરાંત કાર્યક્રમમાં મીડિયાને કવરેજ પર પાબંધી લગાવવામાં આવી હતી. દરમિયાન આસારામનો કાર્યક્રમ પૂરો થયા બાદ પોલીસ દોડતી થઇ ગઈ હતી. બીજીતરફ પરવાનગી વગર કાર્યક્રમ યોજાતા આયોજકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમ કાયદાની ઐસી-તૈસી કરી આસુમલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલનપુરમાં પણ આસારામે કાયદાની ફજેતી કરી હતી.

જેમાં કાયદાની ઐસી-તૈસી કરી આસુમલનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના મહેશ્વરી હોલમાં આસુમલના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા મળી સત્સંગ કર્યો હતો. અહીં પણ મીડિયાને કવરેજ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામને જાહેર કાર્યક્રમોમાં નહિ જવાની શરતે છે જામીન મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર

આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત