Ahmedabad News/ શિક્ષણ મંત્રી  ડૉ પ્રદ્યુમ્ન વાજાએ અમદાવાદ સ્થિત i-Hubની મુલાકાત લઈ યુવા આંન્ત્રપ્રિન્યોર્સ સાથે સંવાદ કર્યો

યુવાનોએ પોતાના અનુભવો વર્ણવી, તેમના નવાચાર વિશે માહિતી આપી હતી

Ahmedabad Gujarat
યુવાનોએ પોતાના અનુભવો વર્ણવી, તેમના નવાચાર વિશે માહિતી આપી હતી

Ahmedabad News : અમદાવાદ સ્થિત યુવા ઉદ્યોગ સાહસિકો માટેનાં બીજા ઘર સમાન i-Hub (Innovation Hub, Gujarat Student Startup and Innovation Hub)ની મુલાકાત લઈ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા અને ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ આંન્ત્રપ્રિન્યોર્સ સાથે સંવાદ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં યુવાનોએ પોતાના અનુભવો વર્ણવી, તેમના નવાચાર વિશે માહિતી આપી હતી.

શિક્ષણમંત્રીએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)માં ઉદ્યોગ સાહસિકો માટે ઉપલબ્ધ કો-વર્કિંગ સ્પેસની મુલાકાત લઈને સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, એગ્રીકલ્ચર, સ્પોર્ટ્સ, સર્વિસ સેક્ટરને લગતા વિવિધ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મળી, તેમના અનુભવો અને તેમની પ્રોડક્ટ અને સેવાની જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવચારને વેગ મળી રહે તે માટે 1.5 લાખ ચો.મી. વિસ્તારમાં જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 500 જેટલાં સ્ટાર્ટઅપ એકસાથે કામ કરી શકે તેવી કો-વર્કિંગ સ્પેસ આ સંકુલમાં ઉપલબ્ધ છે.

વધુમાં, સ્ટાર્ટઅપ્સને કાનૂની, નાણાકીય, ટેકનિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ જેવાં પાસા ઉપર માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

આ પ્રસંગે i-Hubની વિગતે કામગીરી દર્શાવતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.આ મુલાકાત વેળાએ ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા, i-Hubના સીઈઓ હિરન્મય મહંતા, i-Hub અને કેસીજીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫ : ઇનોવેશન-નવા આઇડીયા થકી આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ-શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: દિલ્હીના સ્ટાર્ટઅપ મહાકુંભમાં GTU વેન્ચર્સ ‘સ્પોર્ટોમિક’ને રાષ્ટ્રીય માન્યતા મળી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો