Gujarat News/ પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

Top Stories Gujarat

Gujarat News : ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સાંજે 4 વાગે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળમુનિની તબિયત લથડતાં તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત પહોંચ્યો છે. આજે સાંજે ચાર વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં થયો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધાર અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળમુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દયાળમુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા. તેમણે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ચાલે છે મતદાન

આ પણ વાંચો: ગાંધીનગર: આજે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સભા, બેઠકમાં શિક્ષકના ડ્રેસ કોર્ડ મામલે થશે ચર્ચા, સામાન્ય સભામાં બોર્ડની

આ પણ વાંચો: ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓને હવે ભાષાનું માધ્યમ બાધક બનશે નહિ | જાણો આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડેનો નવો નિર્ણય