Gandhinagar News: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી (Election) ની તારીખ. 24 સપ્ટેમ્બરે મતદાન ચાલી રહ્યુ છે ત્યારે ઝાલાવાડ (Zalavad) માં પણ બે બેઠકો માટેની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક માટે 166 અને જિલ્લાના 203 મતદારો સરકારી શિક્ષકોની બેઠક માટે મતદાન કરી રહ્યા છે. સુરેન્દ્રનગરની NTM હાઈસ્કૂલ ખાતે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. હાલમાં શાળાના એક રૂમમાં સ્ટ્રોંગ રૂમમાં બેલેટ પેપર સીલ કરીને રાખવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 9 સંવર્ગ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં 6 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે ટ્રસ્ટી મંડળના સભ્યની બેઠક ખાલી પડી હતી. ત્યારે હવે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલક મંડળના પ્રતિનિધિઓની બેઠક અને શિક્ષકોની ચૂંટણી માટે આજની તારીખ નક્કી કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બરે મતદાન ચાલુ થઈ ગયું છે ત્યારે આ ચૂંટણીને લઈને ઝાલાવાડમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નિરીક્ષક અને નોડલ ચૂંટણી અધિકારી કે.એન.બારોટની દેખરેખ હેઠળ સુરેન્દ્રનગરની શેઠ એનટીએમ હાઇસ્કૂલ ખાતે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલી રહ્યુ છે, જેમાં ધ્રાંગધ્રાની સોલડી હાઇસ્કૂલના આચાર્ય હરીભાઇ પટેલની પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આજે 24મીએ ચૂંટણીના કારણે જિલ્લાની સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બંને સીટો માટે એક જ રૂમમાં મતદાન થઈ રહ્યુ છે, જેમાં સંચાલક મંડળનું પ્રતિનિધિત્વ કરતા 3 ઉમેદવારો છે. સરકારી શાળાના શિક્ષકની ચૂંટણીમાં 4 ઉમેદવારો લડી રહ્યા છે. બંને બેઠકોના બેલેટ પેપર હાલમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. બંનેનો રંગ અલગ-અલગ છે. જ્યારે જિલ્લા વહીવટી તંત્રના 166 અને સરકારી શાળાના શિક્ષકોના 203 મતદારો મતદાન કરશે. બોર્ડની ચૂંટણીનું પરિણામ 26મીએ જાહેર થશે.
શાળા શિક્ષક પ્રતિનિધિની બેઠક માટે ઉમેદવાર
અમદાવાદ જિલ્લામાં ડી.ટી. દસ્ક્રોઈના સિંગરવાની સરકારી માધ્યમિક શાળાના ચેતનબેન બચુભાઈ ભગોરા, કચ્છ જિલ્લામાં ભુજની આલ્ફ્રેડ સ્કૂલમાં દિવ્યરાજસિંહ મહાવીરસિંહ જાડેજા, બોટાદ જિલ્લાના નાગલપોરની સરકારી માધ્યમિક શાળાના રાજેશકુમાર જીવનભાઈ જોધાણી, ભાવનગર જિલ્લાના કુંભારવાડાની સરકારી માધ્યમિક શાળાના વિજયભાઈ કાળુભાઈ ખટાણાનો સમાવેશ થાય છે.
શાળા સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ઉમેદવાર
જયંતિભાઈ વિરદાસભાઈ પટેલ, અમૃત એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ? કોરાટ પ્રિયવદનભાઈ જીવરાજભાઈ, સરસ્વતી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ પરડવા મેહુલભાઈ ભૈયાલાલભાઈ, નારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાત માધ્યમિક બોર્ડની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે
આ પણ વાંચો: બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના
આ પણ વાંચો: બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના