ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક બોર્ડમાં જુદાજુદા સભ્યોની નિમણૂક માટે આગામી સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં નવ જુદી-જુદી બેઠક પર ઉમેદવાર ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં 18 હજાર સ્કૂલના એક લાખથી વધુ મતદારો મતદાન કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મતદારયાદી તૈયાર કરવા માટે પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં એક લાખથી વધુ મતદારો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બે વર્ષ અગાઉ 25 સપ્ટેમ્બરે ચૂંટણી થઈ હતી. તેમા નવમાંથી સાત સભ્યોની પસંદગી માટે મતદાન થયું હતું. તેમા 126 મતદાન બેઠકો પર 74,146 મતદારોએ મતદાન કર્યું હતું. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાય છે. તેમા એક સંચાલક, એક આચાર્ય, એક ઉચ્ચતરના શિક્ષક, એક માધ્યમિકના શિક્ષક, એક ક્લાર્ક અથવા પટાવાળા, એક ઉત્તર બુનિયાદી શિક્ષક અથવા આચાર્ય, એક વાલીમંડળના સભ્ય, એક સરકારી માધ્યમિક શાળાના શિક્ષક અને એક બી.એડ કોલેજના પ્રિન્સિપાલની પસંદગી થતી હોય છે.
સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ ધારો 1972માં ઘડાયો હતો. તેમા શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ વિભાગોને બોર્ડમાં સ્થાન મળ્યું હતું. તે સમયે બોર્ડનું સંખ્યાબળ 64 હતુ અને તેમાથી 26 સભ્યો ચૂંટાઈને આવતા હતા. બાકીના સભ્યોને હોદ્દાની રુએ નિમણૂક અપાતી હતી. સરકારે મે 2020માં ગુજરાત વિધાનસભાના શિક્ષણમાં સુધારો કર્યો હતો. તેમા બોર્ડના સભ્યોનું સંખ્યાબળ 64 હતુ તે ઘટાડીને 30 કરી દીધું હતું.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
