Ahmedabad News/ ગોમતીપુરમાં નજીવી બાબતમાં યુવકની હત્યા કરનારો શખ્સ ઝડપાયો

હેમંત વાઘેલા સામે અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું

Gujarat Ahmedabad

Ahmedabad News : ગોમતીપુરમાં 37 વર્ષીય યુવકની હત્યા કરનારા હેમંત મગનલાલ વાઘેલાની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ 16.09.2025ના રોજ ગજાનંદનગરની ચાલીમાં રહેતો હેમંત એમ.વાઘેલા ગોમતીપુર પટેલ મિલ ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો.

દરમિયાન હરેશ મંગાભાઈ પરમાર(37) માનસિંક અસ્વસ્થ આરોપી હેમંત વાઘેલાને અથડાતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં હેમંત વાઘેલાએ હરેશ પરમારની પીઠમાં ચાકૂ મારી દીધું હતું અને ભાગી ગયો હતો. બીજીતરફ હરેશ પરમારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

જ્યાં સારવાર દરમિયાન હરેશ પરમારનું મોત નીપજ્યુ હતું. બીજીતરફ ગોમતૂપુર પોલીસે તપાસ હાથ ધરીને આરોપી હેમંત વાઘેલાને ગણચરીના કલાકોમાં ઝડપી લઈને ગુનામાં ઉપયોગમાં લીધેલું ચાકૂ કબજે કર્યું હતું. હેમંત વાઘેલા સામે અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે

આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી