Not Set/ અમદાવાદ/ SOGએ ઝડપી વધુ એક નશીલા પદાર્થોની ખેપ, રાજ્યવ્યાપી નેટવર્ક સામે આવે તેવી આશંકા

સમગ્ર દેશ સહિત સંપૂર્ણ રાજ્યમાં હાલ નશીલા પદાર્થો વિરુદ્ધમાં એક અનડિક્લેર્ડ વોર જેવો માહોલ જોવામાં આવી રહ્યો છે અને નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા લોકનાં પોલીસ અને તંત્ર દ્વારા હોસ ઉડાવી દેવામાં આવ્યા હોય તેવી રીતે આ કાળા ધંધા સામે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય SOGએ નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપ્યો છે. VRL લોજિસ્ટિક કંપની […]

Ahmedabad Gujarat

સમગ્ર દેશ સહિત સંપૂર્ણ રાજ્યમાં હાલ નશીલા પદાર્થો વિરુદ્ધમાં એક અનડિક્લેર્ડ વોર જેવો માહોલ જોવામાં આવી રહ્યો છે અને નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા લોકનાં પોલીસ અને તંત્ર દ્વારા હોસ ઉડાવી દેવામાં આવ્યા હોય તેવી રીતે આ કાળા ધંધા સામે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય SOGએ નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપ્યો છે.

VRL લોજિસ્ટિક કંપની માંથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે.  8.44 લાખનો નશીલા પદાર્થનો મુદ્દામાલ SOGએ જપ્ત કર્યો છે. NDPSના ગુના હેઠળ સમગ્ર ષડ્યંત્રનો માસ્ટરમાઇડ ભરત ચૌધરી હોવાનું ખુલ્યું છે. SOGએ ભરત ચૌધરીના ભાઈ  હરીશ ચૌધરી તથા અમિત પાલને ઝડપી પડ્યા છે. આરોપીઓએ VRL લોગેસ્ટિક કંપની પાસેથી જથ્થો મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે. 

ભરત ચૌધરીનો રાજ્યના અનેક મેડિકલ તથા ફાર્મા કંપનીઓ સાથે સંપર્ક હોવાનું પણ ખુલ્યું છે. ભરત ચૌધરી પકડાશે ત્યારે રાજ્ય વ્યાપી કૌભાંડ બહાર આવે તેવી શકયતા હોલ જોવામાં આવી રહી છે. SOGએ માસ્ટર માઈન્ડ ભરત ચૌધરીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews