Not Set/ VCE બાદ તલાટીઓની હડતાલ,  રાજકોટ જીલ્લાની 594 ગ્રામ પંચાયતમાં કામગીરી ઠપ્પ

રાજકોટ જીલ્લામાં VCE બાદ તલાટીઓ પણ હડતાલ પર ઉતર્યા હોવાની વિગતો સામે આવી છે. હડતાલનાં કારણે મગફળી અને પાક નુકશાન સહાય અંગેની કામગીરી સંપૂર્ણ પણે બંધ થઇ જવા પામી છે. પ્રાપ્ત વિગોત પ્રમાણે રાજકોટમાં VCE બાદ હવે જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર ચૂકવણાની માંગ સાથે VCE હડતાળ પર ઉતર્યા છે. જેને […]

Gujarat Rajkot

રાજકોટ જીલ્લામાં VCE બાદ તલાટીઓ પણ હડતાલ પર ઉતર્યા હોવાની વિગતો સામે આવી છે. હડતાલનાં કારણે મગફળી અને પાક નુકશાન સહાય અંગેની કામગીરી સંપૂર્ણ પણે બંધ થઇ જવા પામી છે. પ્રાપ્ત વિગોત પ્રમાણે રાજકોટમાં VCE બાદ હવે જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર ચૂકવણાની માંગ સાથે VCE હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને તેઓ દ્વારા કરવમાં આવતી અનેક વિવિધ કામગીરી પર અસર પડી રહી છે. હવે વહીવટી તંત્ર તલાટીઓને ઓનલાઈન અરજી કરવા માટે દબાણ કરી રહ્યા છે. જેને પગલે તલાટીઓ વિજળીક રીતે હડતાલ પર ઉતરી ગયા છે.

તલાટીઓ અચાનક હડતાલનો માર્ગ લેતા હાલ રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ટેકાના ભાવે મગફળી અને પાક નુકશાન સહાય અંગેની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહેશે. રાજકોટજિલ્લાનાં 400 જેટલા તલાટીઓ હડતાળ પર ઉતરી જતા જીલ્લાની 594 ગ્રામ પંચાયતમાં કામગીરી ઠપ્પ જોવામાં આવી. જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ તમામ કામગીરી બંધ જોવામાં આવવાની સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી પણ બંધ થઇ જવા પામી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews