Ahmedabad News/ કિન્નરો બન્યા બેફામ! હથિયાર સાથે સોસાયટીમાં કરી તોડફોડ, જુઓ ઘટનાના CCTV વીડિયો

કિન્નરોએ હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડ કરી હતી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : આપણે અવાર-નવાર કિન્નરો વિશે સમાચાર સાંભળતા હોઈએ છીએ. જેમાં કોઈ પ્રસંગે કિન્નરોને પૈસા આપવાને લઈ માથાકૂટના સમાચાર અને એવા વીડિયો પણ સામે આવતા હોય છે. આ દરમિયાન હવે અમદાવાદના વાડજથી બેફામ બનેલ કિન્નરોનો એક વીડિયો સામે આવ્યો છે. આ CCTV વીડિયોમાં કિન્નરો એક સોસાયટીમાં હથિયારો સાથે તોડફોડ કરતાં દેખાઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ અમદાવાદના વાડજમાં કિન્નરોએ કરેલ તોડફોડને કારણે 10 કિન્નરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આપણે ત્યાં કિન્નર સમુદાય માટે એક વિશેષ માન હોય છે, પણ ક્યારેક એવી સ્થિતિ બની છે એ ખરેખર ચોંકાવનારી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના વાડજમાં ચાંપાનેર સોસાયટીમાં કિન્નરોએ તોડફોડ કરી હતી.પ્રાથમિક વિગતો મુજબ યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવતમાં તોડફોડ કરાઈ હતી.

જેમાં 10 જેટલા કિન્નરોએ હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડ કરી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થયા બાદ હવે 10 જેટલા કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે હવે વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા