Vadodara News/ અમદાવાદ-મુંબઈ હાઇવે પર વડોદરા નજીક જામ્બુઆ બ્રિજ પર ચારથી પાંચ કિ.મી. લાંબો ટ્રાફિક જામ

વડોદરા શહેરમાં તો વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા થાય છે. તેની સાથે-સાથે વડોદરાની શહેરની બહારથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પણ આ જ સમસ્યાથી પીડિત છે. વડોદરા શહેર બહારથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે પર જામ્બુવા બ્રિજ ઉપર આજે ફરી 4થી 5 કિમી જેટલો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા શહેરમાં તો વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા થાય છે. તેની સાથે-સાથે વડોદરાની શહેરની બહારથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પણ આ જ સમસ્યાથી પીડિત છે. વડોદરા શહેર બહારથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે પર જામ્બુવા બ્રિજ ઉપર આજે ફરી 4થી 5 કિમી જેટલો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો.

વાહનોની લાંબી કતારો લાગતાં સ્કૂલના વાહનો બાળકોને બ્રિજ નજીક છોડી દેતા બાળકોને ચાલતા ઘરે જવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, સાંસદે આ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ આ સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, તેમની ટર્મ પૂરી થયા સુધી સમસ્યા હલ થઈ નથી. ત્યારે, વર્તમાન સાંસદ આ સમસ્યાનો વહેલી તકે અંત લાવે તેવી માગ ઉઠી છે.

વડોદરા નજીક હાઇવે ઉપરનો જામ્બુવા બ્રિજ માથાનો દુખાવો બન્યો છે. આ બ્રિજ સાંકડો હોવાથી તથા તેના પરનો રસ્તો ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આજે પણ વરસાદ શરૂ થતાં જ બ્રિજ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. સવારથી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, જામ્બુવા બ્રિજની વર્ષોની ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા માટે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં અને તેમની બે ટર્મ પૂરી થઈ ગયા સુધીમાં પણ આ સમસ્યા હલ થઈ નથી.

ત્યારે વડોદરાના વર્તમાન સાંસદ હેમાંગ જોષીએ જામ્બુવા બ્રિજ ઉપરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા બીડું ઝડપ્યું છે. તેઓ વરસતા વરસાદમાં હાઇ-વે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને પડતી અગવડો સત્વરે દૂર કરવા માટે શું થઇ શકે? તે બાબતે ચર્ચા કરી હતી.

સાંસદ હેમાંગ જોષીએ જામ્બુવા બ્રિજની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, જામ્બુવા બ્રિજની મુલાકાત લીધી હતી. આ સમસ્યાના નિવારણ માટે વરસાદ બંધ થયા બાદ ખાડા પૂરવાની તેમજ રસ્તો દુરસ્ત કરવાની કામગીરીને પ્રાથમિકતા અપાશે. ત્યારબાદ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને આગળ ધપાવી જામ્બુવા બ્રિજ પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર જામ્બુવા બ્રિજ જ નહીં, પરંતુ વડોદરાથી ભરૂચ વચ્ચે આવતા તમામ નાના બ્રિજો પહોળા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવાના મારા પ્રયત્નો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચારધામ યાત્રામાં જબરજસ્ત ધસારો, લાખો લોકોની ભીડ ઉમટી, ઠેરઠેર ટ્રાફિક જામ

આ પણ વાંચો: જામનગરમાં કારની પાછળ અથડાઈ એમ્બ્યુલન્સ, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

આ પણ વાંચો: ચારધામ યાત્રામાં જબરજસ્ત ધસારો, લાખો લોકોની ભીડ ઉમટી, ઠેરઠેર ટ્રાફિક જામ