Sex Trade/ રણાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

રણાસણ રીંગરોડ સર્કલ પર આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. સ્પા મસાજ પાર્લરમાં નોકરીના બ્હાને બહારથી યુવતીઓ બોલાવી રૂપિયા કમાવવાની લાલચ આપીને અનૈતિક ધંધો કરાવવામાં આવતો હતો.

Top Stories Gujarat

રણાસણઃ રણાસણ રીંગરોડ સર્કલ પર આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. સ્પા મસાજ પાર્લરમાં નોકરીના બ્હાને બહારથી યુવતીઓ બોલાવી રૂપિયા કમાવવાની લાલચ આપીને અનૈતિક ધંધો કરાવવામાં આવતો હતો.

પોલીસને સ્પામાંથી દેહ વ્યાપાર માટે બોલાવવામાં આવેલી બે યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે નકલી ગ્રાહક મોકલીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરતાં કોમ્પ્લેક્સમાં ધમધમતા અન્ય સ્પા તથા મસાજ પાર્લરો પણ ફફડી ઉઠ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર કૌભાંડનું સંચાલન એક જ મહિલા કરતી હતી. બે જણા બહારથી યુવતીઓ લાવતા હતા. પોલીસે આ મામલે ત્રણેયની સામે ગુનો નોંધ્યો છે. ડભોડા પોલીસ સ્ટેશને મૂકાયેલા મદદનીશ પોલીસ વડા સુમન નાલાના સતર્ક અભિગમના લીધે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

તેઓને બાતમી મળી હતી કે રણાસણ સર્કલ પાસે એટલાન્ટા બિઝનેસ હબમાં બીજા માળે આવેલી શોપ નંબર 210માં લકી બ્યૂટી સ્પામાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલે છે. લકી સ્પાનું સંચાલન કરતી મહિલા મસાજના બ્હાને યુવતીને દેહવિક્રયમાં ધકેલીને ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લેતી હતી. તેમાથી 500 રૂપિયા પોતે રાખી 1,500 રૂપિયા યુવતી અને તેને લાવનારાઓને આપતી હતી.

પોલીસે તેને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક ઊભો કરીને સ્પામાં મોકલ્યો હતો. તેના પગલે પોલીસની જાળમાં સ્પા મહિલા સંચાલક આવી જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તેમા દેહવ્યાપારની પ્રવૃત્તિ કરતાં બે યુવતી પણ મળી આવી હતી. આ ઉપરાંત યુવતીઓ લાવનારા બીજા બે જણા પણ ઝડપાઈ ગયા હતા.

સ્પામાં મળી આવેલી એક યુવતી અમદાવાદની હતી અને તે ચાર મહિનાથી અહીં હતી. જ્યારે બીજી મહારાષ્ટ્રના રાયગઢ વિસ્તારમાંથી લાવવામાં આવી હતી. તે ત્રણ મહિનાથી અહીં કામ કરતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી