Gujarat Weather Update/ રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાત (Gujarat) માં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, તંત્રે એલર્ટ જાહેર કર્યું.

Top Stories Gujarat
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, દ્વારકા, જામનગર અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા, નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની સ્થિતિ અને વાહનવ્યવહાર પર અસર પડી શકે તેવી ચેતવણી આપી છે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તંત્રે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે.


આ પણ વાંચો : પહેલા જ વરસાદે ₹12,000 કરોડના દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની પોલ ખોલી

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં વાદળફાટ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, અને અચાનક પૂરથી ભારે નુકસાન

આ પણ વાંચો : રાજ્યના 225 તાલુકામાં વરસાદ, જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઈંચ વરસાદ