ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે બિહારના પ્રવાસે છે. આ દરમિયાન જેડીયુના અધ્યક્ષ અને સીએમ નીતીશ કુમાર સાથે સવારનો નાશ્તો અને ડિનર કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ 2 મિલ ડિપ્લોમસી દ્વારા શાહ નીતીશ કુમારને સાધવાની કોશિશ કરશે. આટલું જ નહિ બંને દળો વચ્ચે સંબંધોમાં કડવાશ દૂર કરવા અને 2019માં સીટોની વહેંચણી જેવા પાંચ મહત્વના મુદ્દાઓ પર વિચાર કરશે.

ભાજપ બિહારમાં હિન્દુત્વ કાર્ડ દ્વારા કમળ ખીલવવા માંગે છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહથી લઈને અશ્વિની ચૌબે બધા જ ખુલ્લે આમ હિન્દુત્વનું ચેસ બોર્ડ પાથરી રહ્યા છે. આ વાત સીએમ નીતીશ કુમાર પચાવી શકતા નથી. આ જ કારણ છે કે જેડીયુની કાર્યકારિણી બેઠકમાં નીતીશે સાફ કર્યું કે પાર્ટી સાંપ્રદાયિકતાના મુદ્દા પર ક્યારે કોઈ સમજૂતી નહિ કરે. આવામાં શાહ માટે નીતીશ કુમારને હિંદુત્વના મુદ્દે સાધીને રાખવા એક મોટો પડકાર છે.

બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે મોટા ભાઈ બનવાની રસાકસી ચાલી રહી છે. જેડીયુ નીતીશ કુમારને રાજ્યમાં એનડીએનો ચહેરો બનાવવા માંગે છે, જયારે ભાજપ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ચૂંટણી જંગ લાડવા માંગે છે. 2014માં લોકસભા ચૂંટણીમાં મોદીના સહારે ભાજપ 22 સીટો જીતવામાં સફળ રહ્યું હતું. જયારે નીતીશ કુમાર પહેલાની જેમ બિહારમાં પોતાનું વર્ચસ્વ ઈચ્છે છે. પરંતુ ભાજપ આ વાત પર રાજી નથી દેખાઈ રહ્યું.

બિહારમાં લોકસભા સીટ વહેંચણીને લઈને સુધી કોઈ ફોર્મ્યુલા બની નથી શકી. ભાજપ 2014ની ચૂંટણી અનુસાર સીટોની વહેંચણી ઈચ્છે છે, જયારે નીતીશ કુમારે 2009ની ચૂંટણી અનુસાર 25 સીટોની ડિમાન્ડ રાખી છે. જોકે, નીતીશે 17-17ની ફોર્મ્યુલા રાખી છે. પરંતુ બિહારમાં જેડીયુ સિવાય એનડીએના બીજા બે સહયોગી દળો પણ છે.

નીતીશ કુમાર છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેશિયલ સ્ટેટસ અને વિશેષ પેકેજની માંગ કરી રહ્યા છે. નીતીશની બંને માંગ પુરી કરવી મોદી માટે સહેલું નથી. કારણ કે એક રાજ્યને વિશેષ પેકેજ કે સ્પેશિયલ સ્ટેટસ આપવા પર બીજા રાજ્યો પણ અવાજ ઉઠાવી શકે છે. આ જ કારણ છે કે આંધ્ર પ્રદેશમાં ટીડીપીએ ભાજપ સાથે સંબંધ તૂટી ગયા હતા.

2019 લોકસભા ચૂંટણીમાં જેડીયુ બિહાર જ નહિ અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી લાડવા માંગે છે. આ માટે જેડીયુએ બિહાર પ્લસની ફોર્મ્યુલા ભાજપ સામે રાખી છે. બિહાર પ્લસ વિચાર હેઠળ જેડીયુ બિહારમાં સીટોની સમ્માનજનક સંખ્યા સાથે ઝારખંડ,મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ કેટલીક સીટો માંગી રહી છે.
