મુંબઈ
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા ચાલુ વર્ષે ફિલ્મ “કેદારનાથ”થી ડેબ્યુ કરવા જઈ રહી છે. જોકે આ વર્ષે તેની એક નહીં પણ બે ફિલ્મો રીલીઝ થશે. ફિલ્મ કેદારનાથ બાદ તેની વધુ એક બોલીવુડ ફિલ્મ “સિમ્બા” રીલીઝ થશે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે સારા અલી ખાને ત્રીજી ફિલ્મ પણ સાઈન કરી લીધી છે. જે ખૂબ જ ખાસ હોવાનુ મનાઈ રહ્યુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મમાં પ્રથમ વખત સારા પોતાના પિતા સૈફ અલી ખાન સાથે રુપેરી પડદે નજરે પડશે. સૈફ ફિલ્મીસ્તાનના ડાયરેક્ટર નીતિન કક્કડ સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છે. આ ફિલ્મ પિતા અને પુત્રીના સંબંધો પર આધારીત હશે. તેમજ ફિલ્મમાં પણ સૈફ-સારા રીલમાં પિતા-પુત્રીના રોલમાં નજરે પડશે.
સુત્રોનું કહેવુ છે કે નીતિન કક્કડે સારાને પુત્રીના રોલ માટે ઓફર કરી છે. આ સારા-સૈફની પ્રથમ ફિલ્મ હશે. બન્નેને ફિલ્મની વાર્તા ખૂબ પસંદ પડી છે અને ફિલ્મમાં કામ કરવાની મંજુરી પણ આપી દીધી છે. જોકે હજી સુધી ફિલ્મના શુટિંગની તારીખ નક્કી કરાઈ નથી.
આપને જણાવી દઈએ કે, સારાની ડેબ્યુ ફિલ્મ કેદારનાથમાં તેની ઓપોઝિટમાં સુશાંતસિંહ રાજપુત નજરે પડશે, જેને અભિષેક કપુરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 28 નવેમ્બરે રીલીઝ થશે.
