Not Set/ રણબીર કપૂર કોરોના પોઝિટિવ, માતા નીતુ સિંહે કન્ફર્મ કરતાં કહ્યું- તબિયત સુધારા પર છે

એક્ટર રણબીર કપૂરની તબિયત લથડી છે. આ વાતની પુષ્ટિ રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે કરી છે. છેલ્લા બે દિવસથી રણબીરની હાલત બગડી હતી જોકે રણધીર કપૂરે આ અંગે કોઇઇ ચોખવટ ન કરી પરંતુ રિપોર્ટ પ્રમાણે, રણબીરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હાલ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની […]

Top Stories Entertainment

એક્ટર રણબીર કપૂરની તબિયત લથડી છે. આ વાતની પુષ્ટિ રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે કરી છે. છેલ્લા બે દિવસથી રણબીરની હાલત બગડી હતી જોકે રણધીર કપૂરે આ અંગે કોઇઇ ચોખવટ ન કરી પરંતુ રિપોર્ટ પ્રમાણે, રણબીરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હાલ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની માતા નીતુ સિંહે આ વાતને કન્ફ્રર્મ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે.

નીતુએ લખ્યું કે, ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે.’

https://www.instagram.com/p/CMMBu7pAU4Y/?utm_source=ig_embed

અગાઉ નીતુ સિંહને થયો હતો કોરોના

થોડા મહિના પહેલાં રણબીરની માતા નીતુ સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જીયો’ના શૂટિંગ દરમિયાન સંક્રમિત થઇ ગઈ હતી. તો તેમનો કો-એક્ટર વરુણ ધવન પણ કોવિડ-19 પોઝિટિવ હતો. જોકે નીતુ અને વરુણ થોડા દિવસોમાં સ્વસ્થ થઇ ગયાં હતાં. આ વાતની જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આપી હતી.