Not Set/ ભારતીય સરહદ પાસેથી પાકિસ્તાની F-16 વિમાનો થયા પસાર, ભારતીય સુખોઇ-મિરાઝે ભગાડ્યાં

ચંદીગઢ, ભારતીય સરહદની પાસે સોમવારે સવારે ત્રણ વાગે એક ડ્રોન અને ચાર પાકિસ્તાની એફ-16 વિમાન પસાર થયા હતા. સૂત્રો અનુસાર ભારતીય રડારે ભારતીય સરહદ પાસે સવારે 3 વાગ્યે એક ડ્રોન અને 4 F 16 લડાકુ જેટ પસાર થયા હોવાની પુષ્ટિ કરી હતી. ભારતે તેને ખદેડવા માટે સુખોઇ 30 અને મિરાજ ફાઇટર જેટને મોકલ્યાં હતા, જે […]

Top Stories India Trending

ચંદીગઢ,

ભારતીય સરહદની પાસે સોમવારે સવારે ત્રણ વાગે એક ડ્રોન અને ચાર પાકિસ્તાની એફ-16 વિમાન પસાર થયા હતા. સૂત્રો અનુસાર ભારતીય રડારે ભારતીય સરહદ પાસે સવારે 3 વાગ્યે એક ડ્રોન અને 4 F 16 લડાકુ જેટ પસાર થયા હોવાની પુષ્ટિ કરી હતી. ભારતે તેને ખદેડવા માટે સુખોઇ 30 અને મિરાજ ફાઇટર જેટને મોકલ્યાં હતા, જે બાદ પાકિસ્તાની જેટનો કાફલો તેની સીમામાં પરત ફર્યો હતો.

જણાવી દઇએ કે અગાઉ પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના પર હુમલો કરવા માટે એફ-16 લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો હતો. પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણા પર હવાઇ હુમલો કર્યો હતો. એ પછીના જ દિવસે પાકિસ્તાને ભારતીય સૈન્યના કેમ્પ પર હુમલો કર્યો હતો.