Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રાજ્યના કુલ 225 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 22.24 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ માળિયાહાટિનામાં 14 ઈંચ ડાંગ જિલ્લાના વઘઈમાં 13.43 ઈંચ, સુબીરમાં 13.23 ઈંચ અને સુરત જિલ્લાના અંબિકામાં 13.19 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કેશોદમાં 12.80 ઈંચ, મેંદરડામાં 12.56 ઈંચ, ડોલવણમાં 11.65 ઈંચ, વાંસદામાં 9.80 ઈંચ, ચીખલીમાં 9.61 ઈંચ, વાલોદમાં 9.17 ઈંચ અને ડાંગમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે.
તે સિવાય વેરાવળમાં 8.50 ઈંચ, ગણદેવીમાં 8.39 ઈંચ, વલસાડમાં 8.16 ઈંચ, વ્યારામાં 7.24 ઈંચ તેમજ ખેરગામમાં 6.61 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.
