Not Set/ સુરતમાં કોથળા ભરીને મળ્યો કરોડોનો ગાંજો,પોલીસે માલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે

રત ના  નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું મોટું નેટવર્ક પકડાયું છે. જેમાં મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી.

Gujarat Surat

રાજય માં   દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે . ત્યારે વધુ એક ઘટના સુરત ના  નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું મોટું નેટવર્ક પકડાયું છે. જેમાં મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. જેમાંથી સવા કરોડની કિંમતના 1142.74 કિલો ગાંજાના જથ્થા સાથે 1 બુટલેગરની ધડપકડ કરી છે. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

સમગ્ર રેડ પોલીસે ફ્લેટને કોર્ડન કરીને કરી હતી. તેમાં ફ્લેટમાં અંદર તપાસ કરતાં 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. કોથળામાં ભરેલા મોટા પ્રમાણમાં રહેલા ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો માલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે.

સમગ્ર ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાંથી બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહિં ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી, સુરત, વડોદરા, ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર માઈન્ડ આરોપીની શોધખોળ શરુ કરી છે.

મળેલી માહિતીના આધારે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. રાત્રિના સમયે  એસઓજી બાતમીના આધારે સાંકી ગામ લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204 માં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને લગભગ સવા કરોડની કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો. સાથે સાથે એક આરોપીની ધડપકડ પણ કરવામાં આવી હતી.