Ahmedabad News/ વિરમગામમાં માઇક્રોફોનના પૈસા મામલે વેપારી પર છરી વડે હુમલાનો પ્રયાસ, 2 શખ્સો સામે ફરિયાદ

વિરમગામમાં વેપારી પર છરી વડે હુમલા (knife attack)ના પ્રયાસની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ.

Gujarat Ahmedabad Breaking News
knife attack

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મોટી વ્હોરવાડ પાસે ઈલેક્ટ્રોનિક્સ વેપારી પર છરી વડે હુમલો (knife attack) કરવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. માઇક્રોફોનના પૈસા મામલે થયેલા આ બનાવમાં 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વિરમગામ શહેરના મોટી વ્હોરવાડ વિસ્તારમાં આવેલા ઓનેસ્ટી ઈલેક્ટ્રોનિક્સના વેપારી પર અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે.

માઇક્રોફોનના નાણાં બાબતે બોલાચાલી અને ઝઘડો

પ્રાપ્ત વિગતો અનુસાર, મિત્રના માઇક્રોફોનના પૈસા પરત આપવા બાબતે શખ્સો અને વેપારી મહમદસફી વોરા વચ્ચે બોલાચાલી થઈ હતી. વેપારીએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ મુજબ, તેમણે વેપારી સાથે ઉગ્ર ઝઘડો કરી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

 છરી વડે હુમલો (knife attack) કરવાનો પ્રયાસ 

ફરિયાદ મુજબ, હુમલાના બનાવ બાદ શખ્સો સ્થળ પર છરી ફંગોળીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર વેપારીએ વિરમગામ (Viramgam)ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુફિયાન મયુદ્દીનભાઈ મદાર અને ફૈઝાનભાઈ મુસ્તુફાભાઈ ઘાંચી નામના 2 શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: ભાવનગરમાં બાળકોની રમતની અદાવતે લોહિયાળ ખેલ! યુવક પર છરી-પાઈપથી હુમલો, માથામાં ફ્રેક્ચર

આ પણ વાંચો: પ્રેમલગ્નની અદાવતમાં બનેવીની હત્યા! 23 સેકન્ડમાં છરીના 13 ઘા ઝીંક્યાનો આરોપ

આ પણ વાંચો: એકતરફી પ્રેમમાં મહિલા શિક્ષિકાની હત્યા! 32 સેકન્ડમાં 34 ઘા ઝીંકી સ્કૂલમાં જ સર્જ્યો ખૂની ખેલ