Junagadh News/ જૂનાગઢ ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, JCB અને ડમ્પર બળીને ખાખ

Junagadh ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગતા એક JCB અને ડમ્પર બળીને ખાખ. ફાયર બ્રિગેડે 12 હજાર લીટર પાણીનો મારો ચલાવી 1 કલાકે આગ પર કાબુ મેળવ્યો. જાનહાનિ ટળી.

Others Top Stories Gujarat
Junagadh Dumping Site Fire

Junagadh Dumping Site Fire: જૂનાગઢ શહેરની ડમ્પિંગ સાઈટ પર અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. કચરાના વિશાળ ઢગલામાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેણે સાઈટ પર રહેલા મશીનોને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં એક ડમ્પર અને જેસીબી (JCB) મશીન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. જોકે, સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મિલકતને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

Junagadh : પવનના કારણે આગે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢની ડમ્પિંગ સાઈટમાં રોબેજ મુજબ કચરાનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ કચરાના એક મોટા ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. કચરામાં રહેલા જ્વલનશીલ પદાર્થો અને પવનની ગતિને કારણે જોતજોતામાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ કામ કરી રહેલા એક JCB મશીન અને એક ડમ્પરને ખસેડવાનો સમય જ ન મળ્યો અને આ બંને વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. કિંમતી વાહનોમાં આગ લાગતા જ ત્યાં હાજર કામદારો અને લોકોમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

12 હજાર લિટર પાણીનો મારો

ડમ્પિંગ સાઈટ પર વાહનો સળગતા હોવાની જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને અંદાજે 12,000 લીટર જેટલા પાણીનો મારો ચલાવ્યો હતો. લગભગ એક કલાકની સતત કામગીરી બાદ આખરે આ ભયાનક આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ બુઝાઈ જતા વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પણ વાંચો: જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નહાવા ગયેલા 3 પરપ્રાંતીય યુવાનોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: જૂનાગઢ–આણંદ રૂટની એસટી બસમાં યુવતી સાથે છેડતી, આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જૂનાગઢના મેઘાણીનગરમાં ભીષણ આગ, 10 વાહનો બળીને રાખ