Junagadh News/ જૂનાગઢના મેઘાણીનગરમાં ભીષણ આગ, 10 વાહનો બળીને રાખ

આગ(Fire) લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

Gujarat Others
જૂનાગઢ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બપોરના સમયે ભીષણ આગ(Fire)ની ઘટના સામે આવી હતી

Junagadh News : જૂનાગઢ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બપોરના સમયે ભીષણ આગ(Fire)ની ઘટના સામે આવી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પાર્ક કરેલી એક જીપમાં અચાનક ધુમાડો નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને નજીકમાં ઉભેલા અન્ય વાહનોમાં પણ પ્રસરી ગઈ હતી.

આ આગમાં એક જીપ સંપૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે આસપાસ પાર્ક કરેલી આશરે 10 જેટલી બાઇક પણ આગની ઝપેટમાં આવી હતી. ઘટનાના સમયે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પોતાના વાહનો બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી.

આગની જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ લગભગ 14 હજાર લિટર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. હાલ આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો : મણિપુરમાં હવે નાગા-કુકી સમુદાયો વચ્ચે લોહીયાળ જંગ, 3ના મોત અને ગામડાઓમાં આગચંપીથી ફફડાટ

આ પણ વાંચો : માણેકચોકમાં ભીષણ આગથી અફરાતફરી

આ પણ વાંચો : ભરૂચ ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ સાથે આગ, 10થી વધુ કામદારો દાઝ્યા