રાજ્યમાં કોરોનાના નવા 115 કેસ નોંધાયા
આજે કોરોનાથી 127 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1226
સુરત શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
સુરત શહેરમાં કોરોનાના 38 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના 33 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 03 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાનો 04 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 01 કેસ
ભાવનગર શહેરમાં કોરોનાના 01 કેસ
રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 1,226 થઈ છે. જયારે રિકવરી રેટ 99.04 ટકા થયો છે. આજે કોરોનાથી 127 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં 38, અમદાવાદમાં 33, સાબરકાંઠામાં 5, ગાંધીનગરમાં 4, રાજકોટમાં 4, સુરત જિલ્લામાં 4, વલસાડમાં 4, નવસારીમાં 3, વડોદરામાં 3, આણંદમાં 2, દ્વારકામાં 2, કચ્છમાં 2, મહેસાણામાં 2, ભરુચમાં 1, ભાવનગરમાં 1, ભાવનગર જિલ્લામાં 1, ગાંધીનગરમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયા છે.
તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. એકટિવ કેસોમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 1225 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
