Lifestyle: સ્કિન ટેનિંગ સમસ્યા (Skin Tanning Problem) દૂર કરવા માટે લોકો બ્યુટી પાર્લરની મુલાકાત લે છે અને મોંઘી ડી-ટેનિંગ ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ કદાચ તમને ખ્યાલ નહિં હોય કે, આવો ખર્ચ કરવાના સ્થાને જો તમે પરંપરાગત દાદી-નાનીના નુસખા અપનાવશો તો આ ટેનિંગથી અવશ્ય છૂટકારો મેળવી શકશો!
ઉનાળામાં સ્કિન ટેનિંગ સમસ્યા (Skin Tanning Problem) સામાન્ય
ઉનાળો (Summer Season) જામ્યો છે અને આ કાળઝાળ ગરમી આપણને તકલીફ તો આપે છે પણ નાજુક ત્વચા (Skin)ની તો હાલત ખરાબ થઇ જાય છે! તડકામાં વાહન લઇને નીકળીએ ત્યારે મોં તો કપડા, માસ્ક કે દુપટ્ટા વડે ઢાંકી દઇએ છીએ પણ હાથને નજરઅંદાજ કરીએ છીએ!
આનુ પરિણામ એ આવે છે કે ચહેરા અને હાથના રંગમાં ઘણો તફાવત જણાય છે. હાથ કાળા પડી જાય છે અને એની ત્વચા તરડાયેલી લાગે છે. ઘણી વાર તો એ સ્કિન ઉખડવા પણ લાગે છે! ચામડીના આ ડાર્ક કલરને સ્કિન ટેનિંગ કહે છે.
સ્કિન ટેનિંગ સમસ્યા દૂર કરવા માટે લોકો બ્યુટી પાર્લરની મુલાકાત લે છે અને મોંઘી ડી-ટેનિંગ ટ્રીટમેન્ટ (D-Tanning Treatment) પણ કરાવે છે. પરંતુ કદાચ તમને ખ્યાલ નહિં હોય કે આવો ખર્ચ કરવાના સ્થાને જો તમે પરંપરાગત દાદી-નાનીના નુસખા અપનાવશો તો આ ટેનિંગથી અવશ્ય છૂટકારો મેળવી શકશો! તો ચાલો જાણી લઇએ આ 5 ઘરગથ્થુ ટ્રિક્સ (Tricks) વિશે…

1. બેસનનું ઉબટન (Besan Ubtan)
સદીઓ જૂનો આ નુસખો તો ટેનિંગ દૂર કરવા માટે અત્યંત કારગર સિદ્ધ થાય છે. બેસન ત્વચાને એક્સફોલિએટ કરે છે જ્યારે દહીંમાં હાજર રહેલા લેક્ટિક એસિડ ટેનિંગને દૂર કરે છે અને હળદર એન્ટિસેપ્ટિકનું કાર્ય કરે છે. આ માટે 2 ચમચી બેસનમાં 1 ચમચી હળદર લઇને એમાં 1 ચમચી જેટલું દહીં ઉમેરો. આ પેસ્ટને હાથ પર લગાવીને 20 મિનિટ સુધી એમ જ રહેવા દો. સૂકાયા બાદ, હળવા હાથે એને રગડીને સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ ઉબટન લગાવવું જોઇએ.
2. ટમેટાનો રસ અને દહીં (Tomato Juice-Curd)
દહીંમાં લેક્ટિક એસિડ છે જે ટેનિંગને દૂર કરે છે જ્યારે ટમેટામાં લાઇકોપીન તથા એસિડિક ગુણધર્મ હોય છે જે સૂર્યના પ્રખર યુવી કિરણોથી ત્વચાને થતા નુકસાનને રિપેર કરવામાં સહાયક બને છે. આ માટે, ટમેટાના પલ્પમાં થોડું દહીં મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવી અને એને હાથ પર લગાવીને 15-20 મિનિટ સુધી રાખવું. જીદ્દી ટેનિંગના ડાઘ હળવા કરવા માટે આ એક રામબાણ ઇલાજ છે.

3. લીંબુ અને મધ (Lemon Juice-Honey)
લીંબુ એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે જેમાં વિટામિન ની માત્રા ભરપૂર હોય છે, જે ત્વચાને ઉજળી બનાવવામાં મદદ કરે છે. મધ સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે જેથી લીંબુથી ત્વચા શુષ્ક ન બની જાય! આ માટે એક લીંબુનો રસ કાઢીને એમાં એક ચમચી મધ મિક્સ કરવું. એને હાથ પર લગાવી લેવું અને 15 થી 20 મિનિટ સુધી નવશેકા પાણીથી ધોઇ લેવું.
4. એલોવેરા જેલ અને મસૂરની દાળ (Aloe vera gel-Masur Dal)
જો તમારી ત્વચા તડકાના કારણે બળી ગઈ હોય અથવા એમાં બળતરા મહેસૂસ થતી હોય તો એલોવેરાનો ઉપયોગ અત્યંત ફાયદાકારક સિદ્ધ થાય છે. મસૂરની દાળનો પાવડર એમાં સ્ક્રબ જેવું કામ આપશે. આખી રાત પલળેલી મસૂરની દાળને સવારે વાટી લેવી અને એમાં એલોવેરા જેલ મિક્સ કરવી. એને સ્ક્રબની જેમ વાપરી શકો છો. એ હાથોનું ટેનિંગ દૂર કરવા ઉપરાંત, એમાં થતી બળતરાને પણ દૂર કરશે.

5. પપૈયા અને મધનો માસ્ક (Papaya-Honey mask)
પપૈયામાં પપેન નામનો એન્ઝાઇમ હોય છે જે ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં અને પિગમેન્ટેશન ઓછી કરવામાં સહાયક છે. પાકેલા પપૈયાના એક ટુકડાને મૅશ કરીને એમાં થોડું દહીં મિક્સ કરી લેવું. આ માસ્કને ટેનિંગવાળા સ્થાન પર અપ્લાય કરવું. અડધો કલાક રાખીને ઠંડા પાણીથી ધોઇ લેવું. આમ કરવાથી હાથ પણ સ્વચ્છ થઇ જશે એટલું જ નહિં પણ અત્યંત સૉફ્ટ પણ બની જશે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શિયાળામાં સ્કિન ડ્રાય થાય તો ઘરે જ બનાવો 4 વસ્તુઓથી એવોકાડો ફેસપેક…શુષ્કતા દૂર કરવાની કુદરતી ટિપ્સ..!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: ચહેરા પર ડાઘ વિનાનો ઝગમગતો નિખાર જોઇએ….તો ઘરે જ બનાવો કેમિકલ ફ્રી સત્તૂનો ફેસ પૅક..!
