Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Manu Bhakar/ મનુ ભાકરે 2017માં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ જીતી બધાને ચોંકાવ્યા હતા

ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતીને 2024માં ભારતનું ખાતુ ખોલાવનારી મનુ ભાકરે આ સાથે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા શૂટર બનવાની સિદ્ધિ મેળવી છે. મનુની કારકિર્દી પર નજર નાખીએ તો  વર્ષ 2017 માં કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

July 28, 2024July 28, 2024jani
Top Stories India Trending Lifestyle Breaking News Sports

ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતીને 2024માં ભારતનું ખાતુ ખોલાવનારી મનુ ભાકરે આ સાથે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા શૂટર બનવાની સિદ્ધિ મેળવી છે.  મનુની કારકિર્દી પર નજર નાખીએ તો  વર્ષ 2017 માં કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.મનુ ભાકરની રમતગમતની સફર ઉપલબ્ધિઓથી ભરેલી છે.

Manu Bhaker gets the ball rolling for #TeamIndia with a Bronze medal 🥉 in 10m pistol shooting!
#Cheer4Bharat & watch more action from #Paris2024, LIVE on #Sports18 & streaming FREE on #JioCinema 📲#OlympicsonJioCinema #OlympicsonSports18#JioCinemaSports pic.twitter.com/TpD9dAuzOv

વર્ષ 2017 માં, મનુએ કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેક્સિકોના ગુઆડાલજારામાં 2018 ઇન્ટરનેશનલ સ્પોર્ટ શૂટિંગ વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાકરે બે વખતની ચેમ્પિયન અલેજાન્દ્રા ઝાવાલાને હરાવ્યો હતો. આ જીત સાથે તે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગઈ છે.

— JioCinema (@JioCinema) July 28, 2024

Congratulations👑 #ManuBhakar pic.twitter.com/M8pRMq4ENT

— Makya (@ccdx_2) July 28, 2024

તેણે 2018 માં ISSF જુનિયર વર્લ્ડ કપમાં પણ ડબલ ગોલ્ડ જીત્યો હતો. તે જ વર્ષે, 16 વર્ષની ઉંમરે તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો કોમનવેલ્થ ગેમ્સમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. મે 2019 માં, મનુએ મ્યુનિક ISSF વર્લ્ડ કપમાં ચોથું સ્થાન મેળવીને 2021 ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું, ઓગસ્ટ 2020 માં, મનુ ભાકરને વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. મન્નુ ભાકરને તેની માતાએ બનાવેલી ખીર ચુરમા ખૂબ જ પસંદ છે.

ભાકરે મેક્સિકોના ગુઆડાલજારામાં 2018 ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 16 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય બની હતી. આ પછી તેણે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લાઇફ સ્ટાઇલ દર્શાવતી અનેક તસવીરો છે. આ વિજયના પગલે તરત જ ગૂગલ પર પણ મનુ ભાકર સર્ચ થવા લાગ્યું છે.

 

ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. કોરિયન ખેલાડીઓ ઓ યે જીને ગોલ્ડ અને કિમ યેજીએ સિલ્વર મેડલ જીત્યો હતો.

મનુ ભાકર કુલ 580 પોઈન્ટ સાથે 60 શોટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહી હતી. ભાકરે પ્રથમ શ્રેણીમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમી શ્રેણીમાં 96 અને છઠ્ઠી શ્રેણીમાં 96 ગુણ મેળવ્યા હતા. રિધમ સાંગવાન પણ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી, પરંતુ તેણે નિરાશ કર્યું. રિધમ 573 પોઈન્ટ સાથે 15મા સ્થાને છે.

ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ 2024માં તેની બીજી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન દરમિયાન તેની પિસ્તોલ બગડવાને કારણે તે મેડલથી વંચિત રહી ગયો હતો. તે મિશ્ર ટીમ 10 મીટર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ ચૂકી ગઈ હતી.

“I read Bhagavad Gita a lot. It has helped me. You focus on your KARMA, not on the outcome.”

Well done #ManuBhakar 🇮🇳 pic.twitter.com/EdUCq5Se9X

— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) July 28, 2024

શૂટિંગમાં મેડલ વિજેતા ભારતીયો

1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ

સિલ્વર મેડલ: એથેન્સ (2004)

2. અભિનવ બિન્દ્રા

ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)

3. ગગન નારંગ

બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

4. વિજય કુમાર

સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બલરાજ પંવાર મેન્સ સિંગલ્સ સ્કલ્સ હીટમાં ચોથા સ્થાને રહ્યો

આ પણ વાંચો:બે વખતની મેડલ વિજેતા સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર કર્યું ડેબ્યૂ, માત્ર 27 મિનિટમાં મેચ જીતી

આ પણ વાંચો:કોણ છે બિહારની શૂટર MLA? રાજકારણની સાથે ખેલકૂદમાં પણ સક્રિય.. મેડલ જીતવા સાધશે નિશાન

Post navigation

મારો હાથ પકડીને તેનું પેન્ટ ખોલ્યું…’, એક જાણીતી અભિનેત્રી સાથે હૃદયદ્રાવક ઘટના બની
ચોરોએ સૂતેલા વૃદ્ધના બંને કાન કાપી નાખ્યા અને પછી સોનાની બુટ્ટી લઈને ફરાર થઈ ગયા

More Posts

Gujarat News/ 10 મહિના સુધી ડંકી રૂટ પર ભટક્યા, 42 લાખ રૂપિયાનું દેવું; અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોનું શું શું થયું?

February 6, 2025February 6, 2025Maya Sindhav

Not Set/ સુરત : નોકરીની લાલચ આપી વેપારીએ તરુણી સાથે કરી બળજબરી

November 17, 2018Jay Mehta

Not Set/ અમદાવાદ ફેરવાયું બેટમાં, ઠેર ઠેર ભરાયા પાણી, 7 જેટલા અન્ડરપાસ બંધ

July 11, 2021July 11, 2021padma prajay

Not Set/ રાહુલ ગાંધીના નાગરિકતા કેસ મામલે સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે થશે ચુકાદો

May 2, 2019Maya Sindhav
DRDO Astra Missile

DRDO/ DRDOએ કર્યું ‘અસ્ત્ર’ મિસાઈલનું પરીક્ષણ, લક્ષ્યને 100 કિમી સુધી ભેદી શકે છે

February 21, 2023Rahul Rathod

પરીવર્તન યાત્રા/ યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી

September 5, 2022September 5, 2022padma prajay

બંધારણ/ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે બંધારણ મામલે ટિપ્પણી કરતા ભાજપ રાજદ્રોહનો કેસ નોંધાવશે!

February 8, 2022mustak malik

Gujarat/ દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ, દેશમાં 24 કલાકમાં 18,500 કેસ, 35 દિવસ બાદ આંકડો 18 હજારને પાર, દેશમાં રિકવરી ઘટીને 14,200 નોંધાઇ, એક્ટિવ કેસ પોણા બે લાખને પાર, મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરી બની બેકાબૂ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10,200 કેસ, પુણેમાં 1,767, નાગપુરમાં 1,521 કેસ

March 6, 2021parth amin
Jammu and Kashmir

Jammu And Kashmir News/ જમ્મુ-કાશ્મીરના લેન્ડમાઈન નિષ્ક્રિય કરતી વખતે બ્લાસ્ટ, બે જવાન ઘાયલ

August 6, 2026Reena Mamnani

Pakistan News/ પાકિસ્તાનમાં ડરનો માહોલ ! પાક રાષ્ટ્રપતિએ અડધી રાત્રે સંસદમાં બોલાવ્યું કટોકટી સત્ર

May 4, 2025Jignesh Kumar
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy