Not Set/ ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દ્રસિંહે ચીનના સ્પર્ધકને હરાવીને જીતેલો મેડલ પરત કરી દીધો

ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દ્રસિંહે ચીનના સ્પર્ધકને હરાવીને જીતેલો મેડલ પરત કરી દીધો છે….સરહદ પર ચાલી રહેલા ડોકલામ વિવાદ મુદ્દે તેમણે આ નિર્ણય કર્યો છે….મહત્વનું છે કે ચીનના જુલ્ફીકાર મૈઇતિયાલીને વિજેન્દ્ર સિહે બોક્સિંગમા હરાવી દીધો હતો….WBO એશિયા પેસિફિક સુપર મિડલ વેટ ખિતાબ જીત્યા બાદ તેણે પોતાને મળેલો ખિતાબ પરત કર્યો હતો અને ભારત-ચીનની સીમા પર શાંતિની […]

World Sports

ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દ્રસિંહે ચીનના સ્પર્ધકને હરાવીને જીતેલો મેડલ પરત કરી દીધો છે….સરહદ પર ચાલી રહેલા ડોકલામ વિવાદ મુદ્દે તેમણે આ નિર્ણય કર્યો છે….મહત્વનું છે કે ચીનના જુલ્ફીકાર મૈઇતિયાલીને વિજેન્દ્ર સિહે બોક્સિંગમા હરાવી દીધો હતો….WBO એશિયા પેસિફિક સુપર મિડલ વેટ ખિતાબ જીત્યા બાદ તેણે પોતાને મળેલો ખિતાબ પરત કર્યો હતો અને ભારત-ચીનની સીમા પર શાંતિની અપીલ કરી છે. ખિતાબ જીત્યા બાદ વિજેન્દ્રસિંહે કહ્યું કે આ બેલ્ટ તેઓ જુલ્ફીકારને પરત આપવા માગે છે,અને ભારત-ચીનની સીમા પર શાંતિ બની રહે તેવી આશા રાખું છું કારણ કે શાંતિનો સંદેશ સૌથી મહત્વપૂર્ણ છે….ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં પણ ચીનના કેટલાક સૈનિકોએ ગેરકાયેદસર રીતે ભારતીય સીમામાં પ્રવેશ કરી વિવાદમાં વધારો કર્યો હતો. આ સમયે ભારતીય બોકસરે ચીનનો એક ખિતાબ જીત્યા બાદ તેને પરત કરી બન્ને રાષ્ટ્ર વચ્ચે શાંતિ બની રહે તેવો સંદેશ આપ્યો હતો.