Lifestyle: જ્યારે પણ સ્કિન કેર (Skin Care)ની બાબત હોય ત્યારે ટ્રેન્ડ બદલાતા રહે છે, પણ અમુક વસ્તુઓ તો સદાબહાર હોય છે જેમ કે કુદરતે આપણને આપેલા ફૂલો અને ફળની ભેટ! એવોકાડો ફેસપેક (Avocado Face Pack) ત્વચાને કુમાશ, વિટામિન E અને વિટામિન C પ્રદાન કરે છે, તે શુષ્ક ત્વચાને મુલાયમ, ચમકદાર અને ડાઘ-ધબ્બાથી મુક્ત બનાવે છે. ત્વચાના નિખારમાં સુધારો લાવવા માટે તમે એવોકાડોનો ઉપયોગ કરીને કેમિકલ ફ્રી ફેસપૅક (Chemical Free Face Pack) બનાવી શકો છો.

કુદરતી નુસખા સ્કિન માટે અસરકારક
ઘણા લોકો કુદરતી નુસખા પર ભરોસો કરે છે અને જ્યારે પણ સ્કિન કેરની બાબત હોય ત્યારે ટ્રેન્ડ (Trend) બદલાતા રહે છે, પણ અમુક વસ્તુઓ તો સદાબહાર હોય છે. સ્કિન કેર માટે કુદરતના વરદાન સમાન અનેક બક્ષિસો આપણને મળેલી છે જેમ કે હળદર, એલોવેરા (Turmeric, Aloe vera) વગેરે…આ પૈકી એક છે એવોકાડો…ઔષધીય ગુણોથી ભરપૂર એવો એવોકાડો (Avocado)નું સેવન તો લોકો આહારમાં કરતા જ હોય છે પણ સૌંદર્યવર્ધન માટે એનો ઉપયોગ શી રીતે કરી શકાય એ આપણે અહિં જાણીશું.

બેજાન ત્વચાથી શી રીતે છૂટકારો મેળવવો?
શિયાળાની ઋતુ (Winter Season)માં સ્કિન ડ્રાય થવાની સમસ્યા ઘણીવાર વધતી જોવા મળે છે. સૂકી બેજાન ત્વચા (Dry Skin)થી છૂટકારો મેળવવા માટે લોકો મોંઘાદાટ કેમિકલ બેસ્ડ બ્યૂટી પ્રોડક્ટ્સ (Beauty Products) વાપરતા જોવા મળે છે. પરંતુ, શું તમને ખબર છે કે ઘરે બેઠા જ તમે આ નિર્જીવ ત્વચાની તકલીફને દૂર કરી શકો છો અને એકદમ લીસી મુલાયમ બનાવી શકો છો!
એવોકાડો ફેસપેક ત્વચાને કુમાશ, વિટામિન E અને વિટામિન C (Vitamin C, Vitamin D) પ્રદાન કરે છે, તેને મુલાયમ, ચમકદાર અને ડાઘ-ધબ્બાથી મુક્ત બનાવે છે. ત્વચાના નિખારમાં સુધારો લાવવા માટે તમે એવોકાડોનો ઉપયોગ કરીને કેમિકલ ફ્રી ફેસપૅક (Chemical Free Face Pack) બનાવી શકો છો. જો તમારી સ્કિન પર શિયાળાની આ ઠંડી મોસમમાં શુષ્કતા આવી ગઈ હોય તો, તમારા માટે આ ફેસપૅક (Avocado Face Pack) અકસીર સાબિત થશે. જો તમારા ચહેરા પર ડાઘા કે ઝાંય પડ્યા હોય તો એવોકાડો ફેસપેક લગાવવાથી તે ઝાંખા થઇ શકે છે અને નિયમિત ઉપયોગથી તમારી ત્વચા મુલાયમ અને કુમાશ ભરેલી બની જશે. સર્વાંગી રીતે જોઇએ તો, એવોકાડો ફેસપેક (Avocado Face Pack)ના ઔષધીય ગુણો તમારી ત્વચા (Skin) માટે વરદાન સાબિત થઇ શકે છે.

એવોકાડો ફેસપેક (Avocado Face Pack) બનાવવાની વિધિ
આ ફેસપેક (Avocado Face Pack) બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
1 નંગ પાકેલું એવોકાડો ફળ
1 થી 2 ચમચી દૂધ
1 થી 2 ચમચી મધ
1/2 ચમચી બદામનું તેલ
બનાવવાની વિધિ
1. પાકેલા એવોકાડોના ફળમાંથી બીજ કાઢીને એના પલ્પને મૅશ કરી લો. એમાં ઉપર જણાવેલી માત્રામાં દૂધ, મધ, બદામનું તેલ (Milk, Honey, Almond Oil) મિક્સ કરી દો. તમારો એવોકાડો ફેસપેક તૈયાર છે.
2. ત્યાર બાદ, ચહેરાને સારી રીતે ધોઇ લો. હવે સ્વચ્છ ચહેરા પર તમારે આ ફેસપેક (Avocado Face Pack)ને અપ્લાય કરી લેવો.
3. આ ફેસપેકને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવીને રાખી મૂકવો.
4. 20 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરાને સ્વચ્છ પાણી વડે ધોઇ લો, આ માટે તમે નવશેકું પાણી (Warm Water) ઉપયોગમાં લઇ શકો છો.

ત્વચાની શુષ્કતા દૂર થઇ જશે
એવોકાડોમાં રહેલા પલ્પ અને મધ, દૂધ તથા બદામનું તેલ આ તમામ પદાર્થો મળીને ત્વચા પર જાદુઇ અસર કરે છે. બહેતર પરિણામો પ્રાપ્ત કરવા માટે આ ફેસ પેકને તમે અઠવાડિયામાં એક કે બે વખત ઉપયોગ કરી શકો છો. પોષક તત્વોથી ભરપૂર એવો એવોકાડો ફેસપેક (Avocado Face Pack) ચહેરાની નિર્જીવ અને સૂકી ત્વચામાં પ્રાણ ફૂંકી દેશે!
જો કે, આ ફેસપેકને યુઝ કરતા પહેલા તમારે પૅચ ટેસ્ટ કરવો અત્યંત આવશ્યક છે. આ માટે તમારે ત્વચા પર પહેલા થોડો ફેસપેક (Avocado Face Pack) લગાવી જોવો આવશ્યક છે.
આ ઉપરાંત, આ ફેસપેક નિયમિત લગાવવાથી વૃદ્ધત્વ જલદી વર્તાતુ નથી અર્થાત્ તમારી ત્વચામાં કસાવ અને કુમાશ જળવાઇ રહે છે.
એવોકાડો ફેસપેકના ફાયદા
1. ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે તથા સ્કિન નરમ અને મુલાયમ (Soft Skin) બને છે.
2. એવોકાડો ફળ વિટામિન C, વિટામિન E અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી સ્કિનને પોષણ પૂરું પાડે છે.
3. ત્વચામાં કુદરતી નિખાર અને ચમક આવે છે અને ડાઘા તથા ઝાંય (Stains and shadows)ને દૂર કરે છે.
4. એન્ટિ એજીંગ (Anti-aging)ના ગુણધર્મોના કારણે એવોકાડોનો ફેસપેક (Avocado Face Pack) લગાવવાથી ત્વચાની કરચલીઓ ઘટે છે અને સ્થિતિસ્થાપકતા જળવાઇ રહે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
